રતન પ્લાસ્ટિકનો ૧ કરોડનો માલ સીઝ કરતું એકસાઇઝ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રતન પ્લાસ્ટિકનો ૧ કરોડનો માલ સીઝ કરતું એકસાઇઝ
- દમણની કંપનીને ૨૨ લાખની બાકી ડયૂટી ભરાવી


દમણ એક્સાઇઝ દ્વારા માર્ચ માસ નજીક આવતાં ટેક્સ વસૂલાતનું જોર વધાર્યું છે. મસમોટા ટાર્ગેટ સિદ્ધ કરવા તેમના દ્વારા વિવિધ કંપનીઓ પર દરોડા પાડવાની પ્રક્રિયા વર્ષના અંતમાં પણ યથાવત રખાઇ છે. જેમાં હાલ તેમના દ્વારા દમણની રતન પ્લાસ્ટિક કંપની પર દરોડા પાડયા હતા. આ દરોડામાં તેમણે તેમની પાસેથી એક્સાઇઝની બાકી ડયૂટીની ૨૨ લાખ જેટલી રકમની વસૂલાત કરી હતી. આ ઉપરાંત એક્સાઇઝ ડયૂટીની ચોરી કરી હોય એવો ૧ કરોડનો માલ સીઝ કર્યો છે.

દમણની રતન પ્લાસ્ટિક કંપની દ્વારા ડયૂટી ભર્યા વિના પ્રોડક્ટ બનાવી તેને રોકડેથી વેંચી દેવાની પ્રવૃત્તિ ચાલતી હતી. તેમના દ્વારા થતી એક્સાઇઝ ચોરીની માહિ‌તી દમણ કમિશનરેટને મળતાં તેમની ટીમે ગત સપ્તાહ દરમિયાન કંપનીમાં દરોડો પાડયો હતો. આ દરોડામાં તેમણે કંપનીના સ્ટોકના કાગળો પરથી લાખ્ખો રૂપિયાના માલનું સીધે સીધું વેચાણ થયું હોવાનું શોધી કાઢયું હતુ. જેના પગલે તેમણે કંપનીને નોટિસ આપતાં કંપનીએ ૨૨ લાખ જેટલી એક્સાઇઝ ડયૂટી તાત્કાલીક ભરી દીધી હતી.

આ તપાસ વધુ ચાલતાં તેમણે વધુ ૧ કરોડનો માલ ચોપડે દર્શાવ્યા વિનાનો પકડી પાડયો હતો. આ તૈયાર માલ વિના ડયૂટી ભર્યે બજારમાં જતો હોવાની માહિ‌તીના પગલે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે આ સ્ટોક કબજે લીધો હતો.પ્લાસ્ટીક કંપનીમાંથી આટલી જંગી રકમની ડયૂટી ચોરી અને વસૂલાતની વાત વ્યાપક ચર્ચામાં આવી છે. પ્લાસ્ટિક યુનિટોની ડયૂટીનું પ્રમાણ ખુબ ઓછું હોય છે.

આવા સંજોગોમાં તેમની પાસેથી ૨૨ લાખની ડયૂટીની વસૂલાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા લાખો કે કરોડોનો માલ ડયૂટી વિના બજારમાં પહોંચાડાયો હતો.આવા અનેક યુનિટો દ્વારા બજારમાં સીધે સીધો રોકડેથી માલ વેચાતો હોવાની વાત સર્વ સામાન્ય બની છે. ડિપાર્ટમેન્ટ દ્વારા હવે એક પછી એક આવી કંપનીને સકંજામાં લેવાય એવું લાગી રહ્યું છે.