• Gujarati News
  • Railway Station Master Demands, If Not Accepted They Going To On Strike

માગ પૂરી ન થાય તો હડતાળ ઉપર જવાની ચીમકી: રેલવેના સ્ટેશન માસ્ટરો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: દેશની પશ્ચિમ રેલવેના તમામ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટરનું વાર્ષિક મહાઅધિવેશન શનિવારે વલસાડ રેલવે સ્ટેશનના ઓફિસર્સ કલબમાં ભરાયું હતુ જેમાં સ્ટેશન માસ્ટરોને સાથે થતા અન્યાય મામલે બુલંદ અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં સ્ટેશન માસ્ટરોની માગણીઓ પૂર્ણ કરવામાં ન આવશે તો ઓલ ઈન્ડીયા સ્ટેશન માસ્ટર એસોસિએશનના નેજા હેઠળ તમામ સ્ટેશન માસ્ટરો હડતાળ ઉપર જશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
- ગ્રેડ પે, સરંક્ષણ ભથ્થુ, વાણિજય વ્યવસ્થા ભથ્થુમાં સુધારો કરવાની માગ કરી
- દૂરના સ્ટેશન માસ્ટરો માટે નજીકના શહેરમાં આવાસની માગ કરાઈ
- વલસાડ ખાતે પશ્ચિમ રેલવેના સ્ટેશન માસ્ટરોનું વાર્ષિક અધિવેશન ભરાયું
વલસાડ રેલવે સ્ટેશન ખાતે ઓલ ઈન્ડીયા સ્ટેશન માસ્ટર એસોસિએશનનું વાર્ષિક અધિવેશન ઓફિસર્સ કલબમાં શનિવારે દિવસભર ચાલ્યું હતું. જેમાં પશ્ચિમ રેલવેના વિવિધ રેલવે સ્ટેશનોના 200 જેટલા સ્ટેશન માસ્ટરો ઉપસ્થિત રહ્યા હતા. આ અધિવેશનમાં સ્ટેશન માસ્ટરોને થતા અન્યાય મામલે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેલા વર્કીંગ પ્રેસિડેન્ટ ધનંજય ચંદાત્રેયે જણાવ્યું હતુ કે, સાતમાં વેતન કમિશનમાં સ્ટેશન માસ્ટરનો શરૂઆતનો ગ્રેડ પે રૂા. 4600 હોવો જરૂરી છે. કારણ કે સ્ટેશન માસ્ટર સ્ટેશનનો ઈન્ચાર્જ હોય છે તેને આધીન રહીને બાકીના તમામ કર્મચારીઓ તેમજ અધિકારીઓ કામ કરતા હોય છે. ડિવિઝનલ પ્રેસિડેન્ટ અને જોઈન્ટ સેક્રેટરી વિજય ડી.કામલીએ જણાવ્યુ કે, સરંક્ષણ ભથ્થુમાં 30 ટકા વધારો કરવાની જરૂર છે કારણ કે, સ્ટેશન ઉપર કોઈપણ ઘટના બને તો તે માટે સ્ટેશન માસ્ટરને પૂર્ણ રીતે જવાબદાર ગણવામાં આવે છે. જેથી આ ભથ્થુમાં વધારો થવો જરૂરી છે. ઝોનલ પ્રેસિડેન્ટ આર.કે.મીનાએ જણાવ્યું કે, મોટેભાગના સ્ટેશનો ઉપર સ્ટેશન માસ્ટર વાણિજય વ્યવસ્થા વિભાગની મદદ કરતા આવ્યા છે. જેથી વાણિજય વ્યવસ્થાના ભથ્થામાં પણ 30 ટકા ભથ્થાનો વધારો કરવો જરૂરી હોવાનું જણાવ્યું હતું.
આગળ ક્લિક કરો અને વાંચો સ્ટેશન માસ્ટરની વય મર્યાદા 60 થી ઘટાડીને 55 કરવા માગ કરી...
તમામ તસવીરો: ચેતન મહેતા, વલસાડ