વેસ્ટર્ન રેલવેના જીએમ મહેશ કુમાર ઉપર લોકો દ્વારા પ્રશ્નોનો મારો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ રેલવે સ્ટેશન ઉપર વિવિધ નવી નવી સુવિધાઓના ઉદ્ઘાટન પ્રસંગે ગુરૂવારે વલસાડ આવી પહોંચેલા વેસ્ટર્ન રેલવેના જીએમ મહેશ કુમાર ઉપર લોકો દ્વારા પ્રશ્નોનો મારો ચલાવવામાં આવ્યો હતો. જે બાબતે જીએમએ ડીઆરએમ પાસે જવાબની માંગણી કરી હતી, પરંતુ વલસાડ સ્ટેશનની સમસ્યાઓ અંગે તેઓ પણ વિમાસણભરી સ્થિતીમાં મુકાયા હતા. લોકો વચ્ચે ઘેરાયેલા જીએમએ તમામ પ્રશ્નોના ઉકેલની ખાતરી આપી છૂટકારો મેળવ્યો હતો.

વલસાડ રેલવે સ્ટેશન ઉપર વેસ્ર્ટન રેલવેના જીએમ મુકેશ કુમાર આવતાની સાથે જ રેલવેના અધિકારીઓએ સ્ટેશનની કાયાપલટ કરી નાંખી હકીકતમાં એ ગ્રેડનુ સ્ટેશન હોય એવો આભાસ કરાવ્યો હતો. વેસ્ર્ટન રેલવેના જીએમ મહેશ કુમાર અને ડીઆરએમ સંદિપ સાઈલસ ઉચ્ચ અધિરારીઓના કાફલા સાથે વિશેષ ટ્રેનમાં વલસાડ સ્ટેશને ગુરૂવારે બપોરે આવી પહોંચ્યા હતા. જીએમ મહેશ કુમારે એસી વેઈટીંગ રૂમ, ડીલક્ષ શૌચાલ્ય, આરપીએફ કચેરી, રેલવે હોસ્પિટલમાં ઓપીડી અને રેલવે સ્કૂલમાં લાઈબ્રેરીનુ ઉદ્ઘાટન કર્યુ હતુ.

ત્યારબાદ ઉત્તર ભારતીય યાત્રી દ્વારા ઉદ્યોગ કર્મી એક્ષપ્રેસ ટ્રેનને ગોરખપુર સુધી લંબાવવા માટેની માગ કરાઈ હતી. ત્યારબાદ વલસાડ રેલવે સ્ટેશનના તમામ સ્ટોલ ઉપર આરઓ પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે પરંતુ સ્ટોલ ધારકોને જ પાણી મળતુ ન હોવાની રજૂઆત થઈ હતી. જે અંગે જીએમએ જણાવ્યુ કે, આ પ્રશ્નના નિકાલ માટે હાલમાં પણ પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યારબાદ વલસાડ રેલવે સ્ટેશન ઉપર પીવાના પાણીની પરબમાંથી જીવાતવાળુ પાણી નીકળતુ હોવાથી હકીકતમાં સ્ટોલને બદલે પરબ પાસે આરઓ પ્લાન્ટ લગાવવાની જરૂરીયાત હોવાનો પ્રશ્ન ઉઠતા જીએમએ ટુંક સમયમાં આરઓ પ્લાન્ટ મુકવાની ખાતરી આપી હતી.

રેલવેના જનરલ મેનેજરે ડુંગરી સ્ટેશનની મુલાકાત લીધી

વેસ્ટન રેલવેના જનરલ મેનેજર મહેશકુમારે ગુરૂવારે વલસાડની સાથે ડુંગરી રેલવે સ્ટેશનની મુલાકાત લઇ વિસ્તારના આગેવાનો સાથે બેઠક કરી રેલવે સલંગ્ન પ્રશ્રોની ચર્ચા-વિચારણા કરી હતી. રેલવેના જનરલ મેનેજર સાથેની બેઠકમાં ડુંગરીના આગેવાનોએ ડુંગરીમાં લકવાના રોગની સારવાર માટેની આંતર રાષ્ટ્રીય કક્ષાની વૈદ્ય હોસ્પિટલ આવી છે. તેમાં સારવાર માટે દેશ-વિદેશથી દર્દીઓ સારવાર માટે આવતા હોય ડુંગરી સ્ટેશનને એક્સપ્રેસ ટ્રેનનુ સ્ટોપેઝ આપવાની જરૂરિયાત પર ભાર મુકયો હતો.ઉપરાંત ૩૦થી વધુ ગામોના હજારો મુસાફરો નેપણ એક્સપ્રેસ ટ્રેનો ઉભી રહેતી ન હોય વલસાડ-બિલીમોરાજવુ પડે છે.ડુંગરીના આગેવાન આશીત દેસાઇએ ડુંગરી સ્ટેશનની લંબાઇ વધારવા, પીવાના પાણીની સુવિધા અને શૈાચાલયની સુવિધા ઊભી કરવાની માંગણી કરી હતી. જયારે ડો.વૈદે સરપંચ મહેશભાઇ પટેલે ડુંગરી પ‌શ્ચિ‌મ વિભાગમાં રેલવેની મંજૂરી ન મળવાના કારણે ગેસ લાઇનનું કામ અટકી ગયુ હોય મંજૂરી આપવા ઉપરાંત રેલવે ટીકીટ રિઝર્વેશનની મશીનરી આવી ગઇ હોવા છતા ઓફિસ શરૂ કરવામાં આવી નથી.

બોગીની સંખ્યા વધારવાનાં મુદ્દે રેલવે તંત્ર નિષ્ક્રિય

રેલવે સ્ટેશન ઉપર થોભતી ટ્રેનોમાં બોગી અને કોચની ઓછી સંખ્યા ધરાવતી ટ્રેનોમાં ઘેંટા બકરાંની જેમ ઉભરાઇને મુસાફરી કરતાં લોકોની સમસ્યા ગંભીર બની છે. વેસ્ટર્ન રેલવે તંત્ર મુસાફરોની આ સમસ્યા હલ કરવા ઉદાસીન રહ્યું છે. આ પ્રશ્ન હલ કરવા માટે લાંબા અંતરની ટ્રેનોમાં બોગી અને મેમુમાં કોચ વધારવા જિલ્લા કોંગ્રેસ મંત્રી દ્વારા રેલવેનાં જનરલ મેનેજર સમક્ષ લેખિત રજૂઆત કરાઇ છે. ટ્રેનોમાં મુસાફરોને ખીચોખીચ હાલતમાં મુસાફરી કરવાની ફરજ પડતાં રેલવે સત્તાવાળાઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ આવતો નથી. ટ્રેનોમાં ઓછી બોગી અને મેમુ ટ્રેનોમાં પણ કોચની સંખ્યા મર્યાદિત હોવાથી મુસાફરોને ઠાંસીઠાંસીને ભરાઇ મુસાફરી કરવી પડે છે.

પારડી રેલવે સ્ટેશન પર રર્ઝિેવેશન બારીનું ઉદધાટન

વેસ્ર્ટન રેલવેના જનરલ મેજેનર મેહશ કુમારે ગુરૂવારે પારડી રેલવે સ્ટેશન પર રર્ઝિેશન બારીને ખુલ્લી મુકી હતી. રર્ઝિેશન બારી શરૂ થતાં પારડીના મુસાફરોને ફાયદો થશે. આ પ્રસંગે રેલવેના જીએમને નગરજનોએ ટિકિટ બારી સહિ‌ત વિવિધ મુદ્ે રજૂઆત કરી હતી. પારડી રેલવે સ્ટેશન પર વેસ્ર્ટન રેલવેના જીએમ મહેશકુમાર ગુરૂવારે બપોરે સાડા ત્રણ કલાકે આવી પહોંચ્યા હતા. સ્થાનિક રેલવેના અધિકારીઓએ જીએમનું સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ જીએમ મહેશ કુમારે નવી રર્ઝિેવેશન બારીનું ઉદધાટન કર્યુ હતું. રેલવેના જીએમે પારડી રેલવે સ્ટેશનનું નિરીક્ષણ પણ કર્યુ હતું. આ પ્રસંગે પારડી તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ મહેશ દેસાઇ,વરિષ્ઠ નાગરિક મંડળના હોદ્ેદારો ,ઉમરસાડી માછીવાડના સરપંચ મનહર પટેલ સહિ‌ત અગ્રણીઓએ જીએમ મહેશ કુમારને નવી ટિકિટ બારી, ફૂટ ઓવરબ્રિજ ,ફાટકની સમસ્યા તથા રેલવે સ્ટેશન પર પ્રાથમિક સુવિધા અંગે રજૂઆતો કરી હતી.