• Gujarati News
  • Pr monsoon Working Is Start With Slow Speed At Valsad

વલસાડ પાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરીમાં મંથર ગતિએ સફાઈ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડમાં મે માસનાં અંત સુધીમાં પ્રિમોન્સૂન કામગીરી પૂરી કરી દેવાનાં પાલિકાનાં પ્રયાસો સફળ થયાં નથી. આગામી દિવસોમાં ચોમાસુ બેસી જવાનાં એંધાણો છતાં આ કામગીરી મંથર ગતિએ થવાનાં પગલે શહેરમાં ખાડી અને નાળાની સફાઇ હજી બાકી રહી છે. પાલિકા પાસે એક માત્ર જેસીબી હોવાથી પણ પૂરી કામગીરી પાર પાડવા સામે અવરોધ આવી રહ્યો છે.

શહેરનાં કોટ વિસ્તારમાં ગટરો સાફ કરવાની પ્રિમોન્સૂન કામગીરી મોડે મોડે ગત મહિ‌ને હાથ ધરવામાં આવી હતી. આ વર્ષે માર્ચ સુધી નવી ચૂંટાયેલી પાંખ શાસન શરૂ કરે ત્યાંસુધી પાલિકા તંત્ર દ્વારા પ્રિનોન્સૂનની કામગીરીનું કોઇ આયોજન નકક્ી કરી શકાયું ન હતું. નવા શાસકો સમિતિઓની રચના કરવામાં ખાસ્સો સમય નિકળી જતાં શહેરનાં પ્રાથમિક સુવિધાઓનાં કામોનું આયોજન પાર પાડવામાં વિલંબ થયો હતો. જો કે સમિતિઓની રચના બાદ ભાજપ શાસકોએ વિકાસનાં કામોની ગતિ પકડી લીધી છે, પરંતુ પ્રિમોન્સૂન કામગીરીમાં થઇ રહેલાં વિલંબ અંગે પાલિકા તંત્રનાં વહીવટી અધિકારીઓની શિથિલતા અવરોધરૂપ બની ગઇ હતી. પાલિકા તંત્ર દ્વારા હજી શહેરની બહુધા ગટરોમાં કચરાનાં ઢગલાં અકબંધ પડયાં છે. બીજી તરફ મોટી ગટરો સફાઇની કામગીરી હજી ચાલૂ રહી છે. જેનાં કારણે શહેરનાં તમામ ર્વોડમાં આવેલી ગટરોમાં ખડકાયેલાં કચરાની સફાઇ હજી થઇ નથી. જેનાં કારણે ચોમાસામાં વરસાદી પાણી માર્ગો ઉપર ફરી વળશે.

પાલિકાનાં આ વિસ્તારોમાં ગટરોમાં કચરો

પાલિકાનાં શ્રોફ ચાલ રોડ ઉપર ગટરોમાં કચરાનાં ઠગલાંને લઇ ગંદવાડ થઇ રહ્યો છે. કોસંબા રોડ ઉપર હરિજન વાસની પાછળની ગટર પણ કાદવ અને કચરાથી ઉભરાયેલી છે. ઉપરાંત વલસાડ પારડીમાં પણ આ સ્થિતિ સર્જા‍ઇ છે. શહેરનાં મોટા બજાર, છીપવાડ અને તરીયાવાડ વિસ્તારમાં ખુલ્લી ગટરોની સંપૂર્ણ સફાઇ બાકી છે. જે તે ર્વોડમાંથી પસાર થતી વરસાદી ગટરોમાં પ્લાસ્ટિક અને અન્ય કચરાનાં થર જામી જતાં ચોમાસામાં ગટરમાંથી પાણીનાં વહેણ માટે સમસ્યા ઊભી થશે.

૩૦ ટકા પ્રિમોન્સૂન કામગીરીનો પાલિકાનો દાવો

પાલિકા પ્રમુખ સોનલ સોલંકીએ જણાવ્યું કે, આ વર્ષે શાસનની ધૂરા સંભાળ્યા બાદ શહેરની સમસ્યાનાં ઉકેલ માટે યોગ્ય આયોજન ઉપર ધ્યાન કેન્દ્રિ‌ત કરવામાં આવી રહ્યું છે. શહેરમાં પાણી, માર્ગો, ડ્રેનેજ, આરોગ્યની સમસ્યાનાં નિરાકરણ માટે પગલાં ભરાઇ રહ્યાં છે. દરમિયાન પ્રિમોન્સૂનની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરાઇ હતી. જો કે હવે ૩૦ ટકા કામગીરી જ બાકી છે. મેનાં અંત સુધીમાં બાકીનું કામ પૂર્ણ કરવાનાં પ્રયાસો કરાઇ રહ્યાં છે. પાલિકાએ ભાડેથી જેસીબી લેવાનું પણ નક્કી કરાયું છે. જે આવી જતાં ઝડપથી કામ થશે.