• Gujarati News
  • Poll In Pardi 64 Percent And Poll In Magoda 66 Percent

પારનેરા પારડીમાં ૬૪ અને મગોદમાં ૬૬ ટકા મતદાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વલસાડ તાલુકાની પાંચ પંચાયત પૈકી ત્રણ સમરસ જાહેર થઇ હતી

વલસાડ તાલુકાના પાંચ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થયા બાદ ચૂંટણીની ગતિવિધી તેજ બનતા પાંચ પૈકી ત્રણ પંચાયતો સમરસ જાહેર થઈ હતી જયારે બાકીની બે ગ્રામ પંચાયત પારનેરા પારડી અને મગોદમાં રવિવારે ચૂંટણી થતા ધારાસભ્યના ગામ પારનેરા પારડીમાં ૬૪.૨૦ ટકા મતદાન થયું હતું.

વલસાડ તાલુકાના મગોદ અને પારનેરા પારડી ગામમાં સરપંચ અને ર્વોડ સભ્યોની ચૂંટણી રવિવારે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. વલસાડ તાલુકાના ધારાસભ્ય ભરતભાઈ પટેલના ગામ પારનેરા પારડીમાં સરપંચ પદ માટે રમીલાબેન ઠાકોરભાઈ નાયકા અને મંજૂલાબેન છીબુભાઈ નાયકા વચ્ચે જંગ જામ્યો હતો. પારનેરા પારડીમાં નોંધાયેલા ૨૪૬૩ પુરૂષ મતદારો પૈકી ૧૬૦૧ અને ૨૨૧૯ સ્ત્રી મતદારો પૈકી ૧૪૦૭ મતદારોએ મતદાન કર્યુ હતુ. ૪૬૮૨ મતદારોમાંથી ૩૦૦૮ મતદારોએ મતદાન કરતા ૬૪.૨૦ ટકા મતદાન થયું હતું.

જયારે મગોદ ગામમાં સરપંચની ચૂંટણીમાં દિનેશ માદાભાઈ નાયકા અને દીનુ મગનભાઈ નાયકા વચ્ચે ટક્કર જામતા ૨૧૪૨ મતદારો પૈકી ૭પ૧ મતદારોએ મતદાન કરતા ૬૬.૭૦ ટકા મતદાન થયું હતુ. ર્વોડ નં. ૧ માં સભ્યની ચૂંટણીમાં જયેશ મનસુ પટેલ અને મુકેશ મંગુ પટેલ વચ્ચે જંગ જામતા ૭૮.૩૦ ટકા મતદાન થયું હતુ. ર્વોડ નં. ૪ માં મનિષા રમણ હળપતિ અને માલા જનક દેસાઈએ ઉમેદવારી નોંધાવતા આ બેઠક પર ૮૪.૩૦ ટકા મતદાન થયું હતું. ર્વોડ નં. ૭માં રાજુ નરસી નાયકાને સુરેશ છગન નાયકા વચ્ચે જંગ જામતા આ બેઠક પર ૮૦.૧૦ ટકા મતદાન થયું હતુ. મતદાન દરમિયાન ચૂટણી અધિકારી સી.પી.પટેલે નિરીક્ષણ કર્યુ હતું. મત ગણતરી મંગળવારે સવારે ૯:૦૦ કલાકે મામલતદાર કચેરી ખાતે હાથ ધરાશે.