તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગંદકીની ભરમારમાં ખદબદતો હાલર વિસ્તાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ખુલ્લી ગટરોની સાફસફાઇ ન કરતા ર્વોડ નંબર.૯ અને ૧૦ના માર્ગો પર ઠેર ઠેર ગંદકી અને પાણીનો ભરાવો

વલસાડ પાલિકાનાં ર્વોડ નં.૯ અને ૧૦માં સમાવષ્ટિ શહેરનાં મિશનકોલોની,હાલર, ટીવી રિલે કેન્દ્રનાં પાછલો વિસ્તાર, કચેરી રોડ, અભિલાષા સોસાયટી, હાલર રોડ વિસ્તારમાં ગટરનાં ગંદા પાણી અને વરસાદી પાણીનાં નિકાલની સમસ્યા છે. અબ્રામા રેલવે સ્ટેશન સામેનો વિસ્તાર, મુખ્યમાર્ગ, દર્પણ સોસાયટી, સુપ્રિમ બંગલો િવસ્તારમાં ભંગાર રસ્તા, ગટરનાં ખુલ્લા ઢાકણાં અને ગંદવાડનું સામ્રાજ્ય છે.વલસાડના હાલર, મિશન કોલોની ટીવી રીલે કેન્દ્ર, કચેરી રોડ અને અભિલાષા સોસાયટી વિસ્તારના વિકાસનું મોન્સૂન ઓડિટ દ્વારા તજ્જ્ઞોને સાથે રાખી કરાયું હતું

- ભાસ્કરે શું જોયું ?
ટીવી રિલે કેન્દ્ર પાસે મહાદેવ નગર સોસાયટીમાં વરસાદી પાણીનાં ભરાવાને લઇ મચ્છરોનો ઉપદ્રવ થઇ રહ્યો છે. બંધિયાર પાણીને લઇ લોકો મચ્છરથી ત્રાહિ‌મામ પોકારી ઉઠયાં છે. વરસાદી પાણીનાં નિકાલનાં અભાવે અહીં આ સમસ્યા સર્જા‍ઇ છે. ખુલ્લી ગટરમાં ગંદવાડને લઇ દુગ્ર્‍ાંઘ ફેલાઇ છે. આસપાસ રહેઠાણો ખીચોખીચ હોવાથી સ્થાનિક રહીશો ગંદકી અને પાણીનાં ભરાવાથી પરેશાન છે. બંગલાઓની વચ્ચે ખાનગી પ્લોટ તળાવ બની ગયો છે. નજીકની બિ‌લ્ડિંગનાં ક્મ્પાઉન્ડને લઇ ગટરનાં પાણીનું વહેણ અટકી જતાં ગંદવાડમાં વધારો થયો છે.

વરસાદી પાણીનાં ભરાવાની મોટી સમસ્યા છે. જે દૂર કરવા પાલિકાએ આયોજન કરવુ જોઇએ. ખાનગી પ્લોટમાં તળાવ જેવી સ્થિતિ છે જેમાં મચ્છરો થાય છે તે બાબતે પાલિકાએ જાહેર આરોગ્યને નુકસાન મામલે નોટિસ આપવી જોઇએ. તજજ્ઞોની ટીમ

- ભાસ્કરે શું જોયું ?
આ વિસ્તારમાં નવજીવન પાર્ક સોસાયટીની આસપાસ પણ ખુલ્લી ગટર છે. જેમાં ગંદુ પાણી રેલેવ કોલોની તરફથી આવે છે. આ ખુલ્લી ગટરને લઇ દુગ્ર્‍ાંધ ફેલાઇ છે. વરસાદી પાણીનો ભરાવો થતાં મચ્છરો પેદા થાય છે. ગટરમાં ગંદા પાણીનું વહેણ ન થતાં પાણી બંધિયાર થઇ ગયું છે.

ખુલ્લી ગટર પાલિકાએ તાત્કાલિક બંધ કરી દેવી જોઇએ. ગંદા પાણીનું વહેણ થાય તે માટે સફાઇ કરવી આવશ્યક છે. ખુલ્લા પ્લોટમાંથી પાણીનો ભરાવો દૂર કરવો જોઇએ.તજજ્ઞોની ટીમ

- સીધી વાત
હિ‌તેશ પટેલ
સિટી ઇજનેર, વલસાડ

- ખુલ્લી ગટર બંધ કરવા આયોજન
ર્વોડ નં.૯ અને ૧૦માં ખુલ્લી ગટરોને કેમ બંધ કરાતી નથી?
આ ગટરોને બંધ કરવા પાલિકાએ આયોજન કરવાનું વિચાર્યું છે. જ્યાં રહેણાંક િવસ્તારોમાં ખુલ્લી ગટર છે ત્યાં કેવા પ્રકારની વ્યવસ્થા કરવી તે માટે પરામર્શ કર્યો છે.
ગંદકી અને રોડ ઉપરના ખાડા પુરવા કોઇ કાર્યવાહી થશે કે નહીં?
ખાડાઓ પૂરવા માટે અધિકારીઓ અને પદાધિકારઓ સાથે વાતચીત કરીને સત્વરે નિર્ણય લેવાશે.
વરસાદી પાણીનાં ભરાવા માટે શું પગલાં ભરાશે?
ખાનગી પ્લોટમાં કાયમી સ્વરૂપે પાણીનો ભરાવો હશે ત્યાં યોગ્ય કાર્યવાહી થશે.

- હવે વલસાડમાં
દિવ્યભાસ્કર દ્વારા વલસાડના વિવિધ ર્વોડના વિસ્તારની જુદી જુદી સમસ્યાઓ પર વિશ્લેષણ કરવામાં આવશે. જેમાં વલસાડના વિવિધ વિસ્તારને આવરી લઇ ચોમાસામાં લોકોની પડતી ભારે હાલાકીનો વિસ્તૃત અહેવાલને આવરી લેવામાં આવશે.