વાપી: પારસીના યઝદે ઝરદી નવા વર્ષનો પ્રારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીર - પારસીઓએ એક-બીજાને નવા વર્ષની શુભેચ્છા આપી )

પારસીના યઝદે ઝરદી નવા વર્ષનો પ્રારંભ
ઉદવાડા પાક ઇરાનશાહ આતશ બહેરામ ખાતે પારસીઓએ ભેગા થઇ એક-બીજાને પાઠવી શુભેચ્છા


વાપી: પારસીઓના પવિત્ર ર્તીથ સ્થળ ઉદવાડા પાક ઇરાનશાહ આતશ બહેરામમાં સોમવારે નવરોઝ પર્વ નિમિત્તે પારસીઓ આવી પહોંચી પૂજા-અર્ચના કરી હતી.પારસી ભાઇઓએ એક-બીજાને નવા વર્ષની શુભેચ્છા આપી હતી.પારસીઓના યઝદે ઝરદી-૧૩૮૪ના વર્ષનો પ્રારંભ થયો હતો. પારસીઓના નવરોઝ પર્વ નિમિત્તે ઉદવાડા સ્થિત પાક ઇરાનશાહ આતશ બહેરામ ખાતે દૂર-દૂર વિસ્તારથી પારસીઓ ઉમટી પડયા હતા. પારસીઓએ પૂજા અર્ચના કરી નવરોઝની ઉજવણી કરી હતી. ઉદવાડા ,સંજાણ સહિ‌ત વિવિધ વિસ્તારમાં પારસી ભાઇઓએ એકબીજાને નવરોઝ મુબારકબાદ પાઠવી શુભકામના પાઠવી હતી.

૧૮મી ઓગસ્ટનાં રોજ પારસી નવરોઝની પારસી સમુદાય દ્વારા દિવાળી પર્વની જેમ ઉજવણી કરવામાં આવે છે. પારસી સમુદાય દ્વારા નવરોઝની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને ઉદવાડા ગામમાં આવેલા પારસીઓના પવિત્ર ર્તી‍થ સ્થળ પાક ઇરાનશાહ આતશ બહેરામ ખાતે વહેલી સવારથી જ મુંબઇ,દહાણુ,નવસારી,અમદાવાદ સહિ‌ત વિવિધ સ્થળોએ પારસીઓ ઉમટી પડયા હતા. પતેતી પર્વ નિમિત્તે પારસી ભાઇઓએ આતશ બહેરામમાં જઇ ધાર્મિ‌ક વિધિમાં ભાગ લીધો હતો.

દેશમાં માત્ર ૬પ હજાર પારસીઓ, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...