દમણના ડાભેલમાંથી સંદિગ્ધ હાલતમાં એક લાખની કેશ મળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સઘન ચેકીંગ દરમિયાન સોમવારે સાંજે શંકાસ્પદ કારમાંથી કેશ મળી આવી

દમણ દીવ સંસદિય મત વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય એ આશયથી પોલીસ અને પ્રશાસન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દમણ ચૂંટણી વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલા સધન ચેકિંગની કામગીરી દરમિયાન સોમવારે સાંજે દમણના ડાભેલ વિસ્તારમાં મેજીસ્ટ્રેટ તનવીર અહમદ અને તેમની ટીમ વાંકડ માર્ગ ઉપર એક શંકમદ કારને આંતરીને તપાસ કરતા તેમાં બેસેલી વ્યક્તિ પાસેથી એક લાખ રૂપિયા કેશ મળી આવ્યા હતા. શંકાસ્પદ હાલતમાં એક લાખ કેશ લઇને ફરી રહેલા ઇસમ દ્વારા અધિકારીને સંતોષ કારક જવાબ આપી ન શકતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ચૂંટણી અધિકારી તનવીર અહમદ અને તેમની ટીમ સોમવારે સાંજે દમણના ડાભેલ વિસ્તારમાં રૂટીન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા ત્યારે કાર નબર ડીડી૦૩-સી-૧૯૬૦ ને આંતરીને તપાસ કરવામાં આવી હતી. કારમાં સવાર ડાભેલ નિવાસી ઠાકોરભાઇ પટેલની પાસેથી એક લાખ રૂપિયા કેશ મળી આવ્યા હતા. ચૂંટણી અધિકારીએ ઠાકોર પટેલ પાસેથી મળી આવેલા રૂપિયા બાબતે પૂછપરછ કરતા તેઓ કોઇ સંતોષ કારક જવાબ આપી શક્યા ન હતા. એક લાખ કેશ અંગે કોઇ સંતોષકારક જવાબ ન મળતાં આખરે આ રૂૈપિયા અંગે કોઇ માહિ‌તી ન મળતા પીઆઇ સોહિ‌લ જીવાણીને આગળની તપાસ સોંપવામાં આવી હતી.નાની દમણ પોલીસ આ અંગે જરૂરી ફરિયાદ લઇને કાયદેસરની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.