માસુમનો ભોગ લેનાર સામે દુષ્કર્મનો ગુનો દાખલ, પરિવારમાં આક્રોશ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ૧૪ વર્ષીય વિદ્યાર્થિ‌નીને ભોગવનાર યુવક સામે દુષ્કર્મનો ગુનો દાખલ
- લગ્ન કરવાની લાલચ આપી શરીર સંબંધો બાંધ્યા હતા સગીરાને ગર્ભ હોવાનું માલૂમ પડતા વાસનાનો ભાંડો ફૂટયો
કપરાડા તાલુકાના ટૂંકવાડા ગામમાં ૨૦ વર્ષીય વિદ્યાર્થીએ પોતાની જ શાળામાં અભ્યાસ કરતી મોહલ્લાની ૧૪ વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી તેની સાથે શરીર સુખ માણયા બાદ હવસ સંતોષાય જતા લગ્ન કરવાનો ઈન્કાર કર્યો હતો.અવરનવર બંધાયેલા શરીર સંબંધને પગલે સગીરા હાલમાં ચાર માસનો ગર્ભ ધરાવતી હોવાના અખબારી અહેવાલોને પગલે અચાનક સક્રિય થઈ ગયેલી કપરાડા પોલીસે શનિવારે વિદ્યાર્થી સામે દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો છે.
ટૂંકવાડા ગામે રહેતા ગણેશ ગળેલની નજર પોતાની શાળામાં જ અભ્યાસ કરતી ૧૪ વર્ષીય એક સગીરા પર પડી હતી. જેથી તેને વાસનાનો શિકાર બનાવવા માતા પિતાની ગેરહાજરીમાં તો કયારેક નોટબુક આપવાના બહાને ગણેશ ઘરમાં આવી એંકાતની મસ્તી માણતો હતો.
બાદમાં શરીર સંબંધ બાંધવા માટે જણાવતા સગીરાએ ઈન્કાર કર્યો હતો પરંતુ ગણેશે લગ્ન કરવાની લાલચ આપી સગીરા સાથે પતિ જેવો જ વ્યવહાર કરવા માંડયો હતો. જેથી સગીરાને પણ વિશ્વાસ થતા તેણે પોતાનું સર્વસ્વ ગણેશના હવાલે કરી દીધુ હતું.
અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો....