2 જી ઓકટોમ્બરે વાપીમાં ગાંધીજીની પ્રતિમા નહીં મુકાય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( સર્કિટ હાઉસ સર્કલ પાસે થતી કામગીરી )
2 જી ઓકટોમ્બરે વાપીમાં ગાંધીજીની પ્રતિમા નહીં મુકાય
વાપી: વાપી નગરપાલિકા દ્વારા રજી ઓકટોમ્બર ગાંધી જયંતિના દિવસે સકિટ હાઉસની સામે મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતુ, પરંતુ હવે કાયક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વાપી પાલિકાના હોદ્દદારોએ કામગીરી પૂર્ણ ન થતાં રજી ઓકટોમ્બરનો કાર્યક્રમમાં ફેરફાર કયો હતો. જો કે પ્રમુખની ચૂંટણીના કારણે આ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.વાપી શહેરમાં ગાંધીજીની પ્રતિમા જ નથી,જેના કારણે વાપી પાલિકાએ વાપી સકિટ હાઉસ સામેના સર્કલ પર રૂ.5 લાખના ખર્ચે મહાત્મા ગાંધીજીની પ્રતિમા મુકવાનો નિર્ણય લેવાયો હતો.ગાંધીજીની પ્રતિમા પહેલા બે વખત બાંધકામમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. વાપી પાલિકાએ 2 જી ઓકટોમ્બરે ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરવાનું નકકી કરી દેવાયું હતુ, પરંતુ છેલ્લી ઘડીએ આ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે
રજીઓકટોમ્બરે ગાંધીજીની પ્રતિમાનું અનાવરણના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે, અન્ય કોઇ તારીખ હજુ નકકી કરાઇ હતી. થોડી કામગીરી બાકી છે. > જશુભાઇ પટેલ,કાર્યકારી પ્રમુખ,વાપી પાલિકા