તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપી સ્ટેશનની ગંદકી દૂર કરવા નોટિસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વાપી નગરપાલિકા વિસ્તારમાં ગંદકી ફેલાતા સફાળા જાગેલા તંત્રનું પગલું
- ગંદું પાણી સરદાર ચોક તરફ આવતાં સ્ટેશનનાં મેનેજરને પગલાં લેવા તાકીદ કરાઇ


એ ગ્રેડ ગણાતા વાપી રેલવે સ્ટેશન આગળ છેલ્લા સાત દિવસથી ગટર ઊભરાતા અતિશય ગંદકી અંગે આખરે વાપી નગકરપાલિકાએ નોટિસ પાઠવી ગંદકી દૂર કરવા તાકીદ કરી છે. રેલવે કોલોનીનું ગંદું પાણી સરદાર ચોક તરફ આવતાં નગરપાલિકાએ લાંલ આંખ કરી છે.

વાપી પશ્રિમ રેલવે સ્ટેશનમાં પ્રવેશ આગળ છેલ્લા સાત દિવસથી ગટર ઊભરાંતા અતિશય ગંદકી જોવા મળી રહી છે. ભારે દુગ્ર્‍ાંધના કારણે મુસાફરોએ મોં પર રૂમાલ મુકવાની ફરજ પડી પડી રહી છે. રેલવે કોલોનીમાં ગંદકીનું સમ્રાજય છતાં પણ રેલવે વિભાગ દ્વારા સમસ્યા ઉકેલવવા કોઇ પ્રયાસો કરાયા ન હતાં. પરિણામે રેલવેની ગટરનું ગંદું પાણી સરદાર ચોક પહોંચતાં વાપી નગરપાલિકાએ સ્ટેશનના મેનેજરને નોટિસ ફટકારી નથી. રેલવેની ગટરની તાત્કાલિક મરામત્ત કામગીરી કરવા તાકીદ કરાઇ હતી.મુસાફરોની અનેક રજૂઆતો છતાં પણ કોઇ કાર્યવાહી ન કરતાં આખરે વાપી નગરપાલિકાએ વાપી સ્ટેશન મેનેજરને નોટિસ ફટકારી છે.

- કુંભારવાડમાં પણ ગટરની સમસ્યા

વાપી ટાઉન સ્થિત કુંભારવાડમાં પાણી ગટર ઊભરાતા ગંદકીનું સમ્રાજય ફેલાયું છે. સ્થાનિક રહીશોની રજૂઆતો બાદ પાલિકા તંત્ર જાગ્યું હતું. હાલ અહીં મરામત્તની કામગીરી શરૂ કરાઇ હતી. એક તરફ ચોમાસાની સિઝન અને બીજી તરફ ગટરો ઊભરાતા રોગચાળો ફાટી નિકળવાની દહેશત વર્તાઇ રહી છે.

- નોટિસ આપી છે

વાપી રેલવે સ્ટેશની ગટરનું પાણી નગરપાલિકાના માર્ગ પર આવતાં સ્ટેશન મેનેજરને નોટિસ આપી તાકીદ કરવામાં આવી છે. ગંદું પાણી રોકવામાં ન આવે તો પાલિકા દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવશે. કુંભારવાડમાં પણ ગટરની કામગીરી શરૂ કરવાનો આદેશ અપાયો છે. પારૂલબેન દેસાઇ, પ્રમુખ, વાપી પાલિકા