વલસાડ ભાજપના ૭ કાર્યકરોને નોટિસ, ૧૦ દિવસમાં ખુલાસો માગ્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જિલ્લા પ્રમુખે નોટિસ આપી ૧૦ દિવસમાં ખુલાસો માગ્યો

વલસાડ પાલિકાની ચૂંટણીમાં ટિકિટની ફાળવણીને લઇ ભાજપમાં અનેક વિખવાદો થયા હતા. જેમાં ટિકિટ ન મળતાં કેટલાક ઉમેદવારોએ બળવો પોકારી અપક્ષમાં ફોર્મ ભર્યું હતું. જેમને પક્ષે શો કોઝ નોટિસ આપી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.

પાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણી બાદ કાર્યકરોમાં ઉકળતો ચરૂ જોવા મળ્યો હતો. આવા સંજોગોમાં વલસાડના અનેક કાર્યકરોએ ભાજપના ઉમેદવારની સામે જ પોતાના વોર્ડમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જેના કારણે તેમના વિરૂદ્ધ શિસ્ત ભંગના પગલાં લેવાઇ રહ્યા છે. મંગળવારે જિલ્લા પ્રમુખ ઠાકોરભાઇ પટેલે આ તમામ કાર્યકરોને નોટિસ પાઠવી સસ્પેન્ડ કર્યા હતા. જોકે, તેમને ખુલાસા માટે ૧૦ દિવસનો સમય પણ આપવામાં આવ્યો છે.

- ક્યા કાર્યકરોને શોકોઝ નોટિસ અપાઇ

- પંકજ આહીર, પ્રમુખ, યુવા મોરચા
- ઉજેશ ઇશ્વરભાઇ પટેલ, મંત્રી, શહેર કારોબારી
- શાહિરસાહબ દિવાનજીસાહબ કાઝી, હોદ્દેદાર, લઘુમતી મોરચા
- આશિષ સુમંતરાય દેસાઇ, કારોબારી ચેરમેન, નગરપાલિકા
- સોનલબેન કિશોરભાઇ (વાણિયો) પટેલ, સભ્ય, નગરપાલિકા
- હેમાક્ષીબેન દિલીપભાઇ દેસાઇ, કાર્યકારી પ્રમુખ, શહેર ભાજપ
- ધમૉબેન કેયુરભાઇ દેસાઇ, માજી મહિલા મોરચા પ્રમુખ, વલસાડ.

- સીધી વાત

આપના દ્વારા સભ્યોને નોટિસ અપાઇ છે ?
૭ કાર્યકરોને નોટિસ પાઠવી છે.
કેમ નોટિસ આપવી પડી ?
આ તમામે ભાજપના ઉમેદવાર સામે જ પોતાની ઉમેદવારી નોંધાવી છે માટે.
તેમની વિરૂધ્ધ શું પગલા લેશો?
તેમને સસ્પેન્ડ જ કરી દેવાયા છે. જોકે, તેમને ૧૦ દિવસ માટે ખુલાસાનો સમય અપાયો છે.

- ઠાકોર પટેલ
ભાજપ, જિલ્લા પ્રમુખ