વલસાડમાં નવરાત્રીની ઘમાકેદાર તૈયારીઓ, મન મૂકીને યુવતીઓ કરી ખરીદી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીર - ચણીયા ચોળી ખરીદારી કરતી યુવતીઓ )

વલસાડ : નવરાત્રી નાં ગનાત્રીનાજ દિવસો બાકી છે ત્યારે વલસાડ નું યુવાધન હિલોળે ચઢવા તૈયાર છે અને પરંપરાગત ચણીયા ચોળી ને ડિઝાઈનર ટચ આપી લેટેસ્ટ ફેશન ના નવરાત્રી સ્પેસીયલ વસ્ત્રો ની ખરીદારી અને ઓડર અપાઈ રહ્યા છે, હાલ આ વર્ષ ના લેટેસ્ટ ટ્રેન્ડ માં જે ટોપ પર ચાલે છે એવા સનેળો , સોટ સ્કટ ફૂલ ઘેર , કચ્છી ગામઠી વગેરે ફૂલ ડીમાંડ માં છે અને વર્ષ દરમ્યાન ની બચત ને યુવાધન નવરાત્રી માટે ખરચવા તત્પર છે. આ વર્ષે નવરાત્રી માં વરસાદ પડે તો પણ ચણીયા ચોળી માજ રમવાનો આગ્રહ રાખતા યુવાનો માટે પણ વિશેષ ડિઝાઈન તૈયાર થઇ રહી છે કે જેના થી ભર વરસાદ માં પણ દોઢીયા રમવા માં અગવડ નહિ પડે। જે પ્રમાણે દરેક વસ્તુ નાં ભાવ વધ્યા છે એ મોંઘવારી ની અસર હાલ નવરાત્રી નાં પરિધાન પર પણ દેખાઈ છે અને 10 થી 15 ટકા નો ભાવ વધારો આ ડિઝાઈનર ચણીયા ચોળી માં જોવા મળી રહ્યો છે પણ યુવક યુવતીઓ ને પણ એની વ્યવસ્થા કરી છે અને શેરીંગ માં આ કપડા ખરીદી રહ્યા છે

( તસવીર - ચેતન મેહતા )
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..