બહેનની છેડતી કેમ કરી એમ પૂછવા જતા વાત મારામારી પર પહોંચી
પોલીસે બંને પક્ષની અરજી લઈ છ ની અટક કરી
વલસાડ: વલસાડના મોગરાવાડીમાં હનુમાન ફળિયા ખાતે સિધ્ધાર્થ એપાર્ટમેન્ટમાં રહેતી એક યુવતીની ગરબામાં છેડતી થતા આ મામલે પડોશીઓ વચ્ચે મારામારી થતા ત્રણ ઘાયલ થયા હતા. જે મામલો સીટી પોલીસ મથકે પહોંચતા પોલીસે બંને પક્ષના છ લોકોની અટક કરી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વલસાડના મોગરાવાડી ખાતે હનુમાન ફળિયામાં સિધ્ધાર્થ એપાર્ટમેન્ટમાં રહેતી એક યુવતી ગરબામાં છેડતી થઈ હોવાની ફરિયાદ ઉઠી હતી. જેથી આ અંગે યુવતીએ પોતાના ભાઈ બોબી ઉર્ફે ધર્મેન જયપ્રકાશ દૂબે અને દેવેન્દ્ર જયપ્રકાશ દૂબેને જાણ કરી હતી કે પડોશમાં રહેતા ભુપેન્દ્ર સોભનાથ દૂબેએ છેડતી કરી હતી.જેથી આ અંગે બોબી અને દેવેન્દ્ર બંને ભાઈઓ ભુપેન્દ્ર દૂબેના ઘરમાં પહોંચી સમજાવી રહ્યા હતા. ત્યારે બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. જેથી ત્રણ જણ ઘાયલ થયા હતા.જેઓને સારવારઅર્થે સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બાદમાં આ અંગે સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે બંને પક્ષના લોકો આવી પહોંચ્યા હતા. જેઓએ આ મારામારી મામલે સીટી પોલીસ મથકે સામ સામે અરજી આપી હતી. જેમાં
સોની દૂબેએ આપેલી અરજીમાં જણાવ્યું કે, મારી છેડતી કરી હોવાથી આ અંગે ભાઈઓને જણાવતા તેઓ ભુપેન્દ્ર અને જિતેન્દ્રને સમજાવવા માટે ગયા હતા. ત્યારે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થતા વાત મારામારી ઉપર પહોંચી હતી. પોલીસે સીઆરપીસી કલમ 107 મુજબ જિતેન્દ્ર, ભુપેન્દ્ર, બોબી ઉર્ફે ધર્મેન, દેવેન્દ્ર અને માતા મીનાબેન અને યુવતીની અટક કરી આગળની તપાસ હાથ ધરી હતી.