વલસાડ નગરપાલિકાના કર્મચારીઓની રક્ષાબંધન બગડી આજે જન્માષ્ટમીનો વારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીર - વલસાડ નગરપાલિકા કચેરી )

વલસાડ નગરપાલિકાના કર્મચારીઓની રક્ષાબંધન બગડી આજે જન્માષ્ટમીનો વારો
જૂલાઇ માસનો પગાર હજુ સુધી ન મળતા વર્ગ ૨ અને ૩ના કર્મચારીઓનો પરિવાર મુશ્કેલીમાં


વલસાડ: વલસાડ નગરપાલિકાનાં કર્મચારીઓને જૂલાઇ માસનો પગાર હજી ન મળતાં તેમનાં પરિવાર મુશ્કેલીમાં મૂકાયાં છે. પાલિકાને સરકાર દ્વારા મળતી પગારની ગ્રાન્ટ હજી જમા ન થતાં આ કર્મચારીઓ પગારની કાગડોળે રાહ જોઇ રહ્યાં છે. છતા હજી પગારનાં ક્ોઇ ઠેકાણાં નથી. પાલિકાનાં રોજીંદા અને હંગામી કર્મચારીઓને પગારનાં પપ લાખ ઓગસ્ટનાં પ્રથમ અઠવાડિયામાં ચૂકવી દેવામાં આવ્યાં હતાં. પરંતુ વર્ગ ૨ અને ૩ સંવર્ગનાં કાયમી કર્મચારીઓને ઓગસ્ટ માસનો અડધો ઓગસ્ટ માસ પૂરો થઇ ગયો હોવા છતાં પગારની રકમ મળી નથી.

ગુરૂવારે પાલિકાનાં કર્મચારીઓમાં પગાર મળશે તેવી ભારે ઇન્તેજારી હતી. કારણ કે શુક્રવારે પંદરમી ઓગસ્ટનો તહેવાર અને રવિવારે જન્માષ્ટમી હોવાથી કર્મી‍ઓનાં પરિવાર માટે નાણાંની જરૂરત ઉભી થઇ હતી. પરંતુ ગુરૂવારે પણ પગાર મળ્યો હતો. શુક્રવારની રજા બાદ શનિવારે પણ આ મુશ્કેલીનો અંત આવ્યો ન હતો. હવે રવિવારે રજા હોવાથી સોમવારે ઉઘડતા અઠવાડિયે પણ મળે તેવી શક્યતા નથી. કાયમી કર્મચારીઓને નાણાંની તાતી આવશ્યકતા છતાં જૂલાઇનો પગાર નહીં આવતાં પરિવારજનો ચિંતામાં મૂકાયાં છે.

અઠવાડિયા પહેલાના આનંદ પર પગારે પાણી ફેરવી દીધું
૧૦ ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ઉજવવા માટે કર્મચારીઓનાં પરિવારમાં એક અઠવાડિયા પહેલાં જ આનંદનો માહોલ હતો. પગાર આવી જશે, તેવી આશા સાથે કર્મચારીઓએ પરિવાર માટે કપડાં અને મિઠાઇ વિગેરે ખરીદવાનો મનસુબો બનાવ્યો હતો, પરંતુ આ આખો શ્રાવણ માસ વગર પગારે નીકળી જવાની ભીતિએ કર્મચારીઓ અને પરિવારમાં નિરાશા છવાઇ ગઇ હતી.

સરકારી ગ્રાન્ટ આવતાં જ પગાર ચૂકવી દેવાશે
પાલિકા પ્રમુખ સોનલબેન સોલંકીએ જણાવ્યું કે, પાલિકાનાં રોજીંદા ક્ર્મચારીઓને સ્વભંડોળમાંથી પગારની રકમ ચૂકવવામાં આવી છે. કાયર્મી કર્મચારીઓને સરકાર દ્વારા મળતી રૂ.૮૦ લાખની ગ્રાન્ટમાંથી પગાર ચૂકવવામાં આવે છે. સરકાર દ્વારા એક બે દિવસમાં ગ્રાન્ટ મળી જશે. જે જમા થતાં જ કાયમી કર્મચારીઓને પગારની રકમ મળી જશે.

હજી કેટલા દિવસ રાહ જોવી પડશે તેની કોઇ વિગત પાલિકાનાં વહીવટી ખાતાને પણ નથી
તહેવારોનાં દિવસો સામે હોવા છતાં છેલ્લા ૧પ દિવસથી કર્મચારીઓને પગાર મેળવવા માટે હજી કેટલા દિવસ રાહ જોવી પડશે તેની કોઇ વિગત પાલિકાનાં વહીવટી ખાતાને પણ નથી. જો કે સરકારી ગ્રાન્ટ આવે પછી જ કાયમી કર્મચારીઓને પગાર ચૂકવી શકાય તેવી કેફિયત દર્શાવવામાં આવી રહી છે. પાલિકાના વર્ગ ૨માં બાંધકામ, વહીવટી, ડ્રેનેજ અને વોટર વર્કસમાં આવતાં અધિકારીઓ અને વર્ગ ૩નાં કારકૂન સંવર્ગનાં કર્મીઓ પગાર નહી મળતાં મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.