મુંબઇ યુવતીની ધમકી: મારી સાથે લગ્ન નહીં કરે તો આપઘાત કરી લઇશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇ યુવતીની ધમકી: મારી સાથે લગ્ન નહીં કરે તો આપઘાત કરી લઇશ
મારી સાથે લગ્ન નહીં કરે તો આપઘાત કરી લઇશ : યુવતી
વાપીના ગીતાનગરમાં બનેવીને ત્યાં આવેલી યુવતી એક યુવાનના પરિચયમાં આવી હતી


વાપી ગીતા નગરના યુવાનની સાથે થોડા સમય માટે થયેલી મિત્રતાને લઇ મુંબઇની યુવતી લગ્ન કરી લેવા માટે દબાણ કરી રહી છે. વાપીના યુવાનને યુવતીએ ધમકી આપી છે કે, જો તે તેની સાથે લગ્ન નહીં કરે તો સ્યુસાઇડ કરી લઇને સમગ્ર પરિવારને ફસાવી દેવાની ધમકી આપી હતી. આ ધમકીના પગલે યુવાને વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.વાપી રેલવે સ્ટેશનની બાજુમાં આવેલા ગીતા નગરમાં રહેતા ઇરફાનની હાલની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી થઇ ગઇ છે.

પડોશમાં રહેતા શોહેલની મુંબઇના ચેમ્બુર સ્થિત રહેતી સાળી દરક્ષા ઘણી વખત વાપી બનેવીને ત્યાં રહેવા માટે આવી હતી. દરક્ષા વાપી રહેતી હતી ત્યારે તેમની ઓળખ પડોશમાં રહેતા ઇરફાન સાથે થઇ હતી. થોડા સમયની ઓળખાણમાં બંને વચ્ચે મિત્રતા થઇ હતી. જોકે, આ બધા વચ્ચે દરક્ષા ઇરફાનને પસંદ કરવા લાગી હતી અને તેમની સાથે નિકાહ પઢવાના સપના જોવા લાગી હતી. દરક્ષા એ ત્રણ માસ અગાઉ ઇરફાનને તેમના ઓરિજનલ સ્કૂલ લિવિંગ સર્ટિ‌ફિકેટ તથા અન્ય દસ્તાવેજ લઇને મુંબઇ બોલાવ્યો હતો.
વધુ વિગત વાંચવા માટે આગળ ક્લિક કરો.....