તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • More Than 1200 Student Did Not Admission In First Year Bsc

પ્રથમ વર્ષ ઇફેમાં ૧૨૦૦થી વધુ વિદ્યાર્થી પ્રવેશ વંચિત રહી જશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સાયન્સ કોલેજમાં ગ્રાન્ટેડનાં બદલે સ્વનર્ભિર વર્ગ ફાળવવામાં આવ્યો હતો

વલસાડ જિલ્લાની એકમાત્ર ગ્રાન્ટ ઇન-એઇડ ધોરણે કાર્યરત ચાલતી વલસાડ સ્થિત સાયન્સ કોલેજમાં ૪પ૦ બેઠકોની ક્ષમતા સામે ચાલુ વર્ષે ૨૯૦૦ જેટલા ફોર્મનું વિતરણ થયુ હતુ.જોકે બેથીત્રણ પ્રવેશ યાદી બાદ પણ ૧૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ આજે પણ પ્રવેશથી વંચિત રહ્યા છે. તેઓ જો પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ પૈકી થોડા ઇજનેરી અથવા અન્ય પ્રવાહમાં જાય તો તેમને કદાચ પ્રવેશ મળશેની રાહ જોઇ રહ્યા છે. અથવા તો સેમેસ્ટર દીઠ ૧૦ હજાર ફી ભરી શિક્ષણ મેળી શકે.

નોંધનીય છે કે વલસાડ જિલ્લામાં આવેલી વિજ્ઞાન પ્રવાહની ૭૦ શાળાઓમાં પ૦૦૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેની સામે ૩૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ ધો.૧૨ની પરીક્ષામાં પાસ થાય છે. જેની સામે જિલ્લામાં માત્ર ૪પ૦ વિદ્યાર્થીઓને સમાવતી એકમાત્ર વિજ્ઞાન કોલેજ વલસાડમાં કાર્યરત છે.ઉલ્લેખનીય છે કે જિલ્લામાં પ્રતિ વર્ષ સર્જા‍તી પ્રવેશ સમસ્યાને નિવારવા ભિલાડ ખાતે કોલેજ કેમ્પસમાં ખાલી પડેલા વર્ગખંડોમાં સરકારી વિજ્ઞાન કોલેજ શરૂ કરવા ઉંમરગામના ધારાસભ્ય દ્વારા પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા હતા.

જોકે ભાજપના રાજમાં ભાજપનાં ધારાસભ્યોનું પણ કઇ ઉપજતુ ન હોય તેમ આ મુદ્ે કોઇ નકકર કાર્યવાહી કરવામાં આવી નથી. સરકાર વિજ્ઞાન પ્રવાહની શાળાઓને મંજુરી આપવાનું ચાલુ રાખતા વલસાડ જિલ્લામાં હાલે વિજ્ઞાન પ્રવાહની શાળાઓની સંખ્યા ૭૦ ઉપર પહોચી ચૂકી છે, જેની સામે એક જ ગ્રાન્ટ ઇન-એઇડ ધોરણે વિજ્ઞાન કોલેજ કાર્યરત છે.ચાલુ વર્ષે જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું ૮૨.૯૩ ઉંચુ આવ્યુ હતુ. જે ગત વર્ષની સરખામણીએ ૨૨ ટકા જેટલું વધુ હોય ચાલુ વર્ષે પ્રવેશ સમસ્યા ગંભીર બની છે. જેનાં પગલે ૧૨૦૦થી વધુ વિદ્યાર્થીઓનાં ભાવી સામે પ્રશ્રનાર્થ સર્જા‍યો છે.

- વલસાડમાં શિક્ષણ મંત્રીના પૂતળાનું દહન

વલસાડની સાયન્સ કોલેજમાં પ્રથમ વર્ષમાં ગંભીર બનેલી પ્રવેશ સમસ્યાને નિવારવા એનએસયુઆઇ અને યૂથ કોંગ્રેસ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. જો કે સમસ્યાને દૂર કરવાનાં બદલે સાયન્સ કોલેજમાં સ્વનર્ભિર વર્ગ શરૂ કરવાની અપાયેલી મંજૂરી સામે વિરોધ નોંધાવી ગુરુવારે એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસ દ્વારા આઝાદચોક પર શિક્ષણ મંત્રીનાં પૂતળાનું દહન કરાયું હતું.

- એક સેમેસ્ટરની રૂ.૧૦ હજાર ફી


સાયન્સ કોલેજમાં સર્જા‍યેલી પ્રવેશ સમસ્યાને દૂર કરવાનાં બદલે શરૂ કરાયેલા સ્વનર્ભિર વર્ગ કે જેમાં એક સેમેસ્ટરની રૂ.૧૦ હજાર જેટલી ફી રાખવામાં આવી છે.જેના પગલે ગરીબ વિદ્યાર્થીઓ આટલી જંગી ફી ચૂકવવાની ક્ષમતા ન ધરાવતો હોય તેની કારકીર્દી સામે પ્રશ્રનાર્થ સર્જા‍યો છે.

- તાલુકા પ્રમાણે સાયન્સની શાળાઓ
તાલુકો સરકારી ગ્રાન્ટેડ નોનગ્રાન્ટેડ અન્ય કુલ
વલસાડ - ૧પ ૦૮ ૦૨ ૨પ
પારડી - ૦૬ ૧૭ ૦૩ ૨૬
ઉમરગામ ૦૧ ૦૨ ૦૬ - ૦૯
ધરમપુર - ૦૩ ૦૩ - ૦૬
કપરાડા ૦૧ ૦૧ ૦૨ - ૦૪