• Gujarati News
  • Meeting Between Police And Principal For Traffic Rules In School

સ્કુલમાં બાઈક લઇ જતા ટીનેજરને અટકાવવા પોલીસે આચાર્યો સાથે બેઠક યોજી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી: પારડી પોલીસે મંગળવારે પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ હાઈસેકન્ડરી સ્કુલમાં ભણતા ટીનેજરો વગર લઇસનસે બાઈક લઇ સ્કુલમાં જતા હોવાથી તેમના પર રોક લગાવવા અગિયાર જેટલી હાઈસેકન્ડરીના આચાર્યો સાથે પારડી પોલીસે બેઠક યોજી આચાર્યો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
પારડીમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા તેમજ વધતા અકસ્માતોથી બચવાના હેતુથી નાના બાળકો આવતીકાલનું ભવિષ્ય છે, ત્યારે સ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓ પર લાઇસન્સ ન હોવા છતાં પણ બાઈક હંકારી સ્કુલમાં આવતા હોય છે તે પણ વિદ્યાર્થીઓ ધૂમ સ્ટાઈલે પુરજોશમાં વાહન હંકારી તેમનું જીવન જોખમમાં મુકે છે એટલું જ નહીં પરંતુ અન્યના જીવ જોખમમાં મુકતા હોવાથી આવા વિદ્યાર્થી વાહન આપવા પર રોક લગાવવા માટે પારડી પોલીસ મથકના સેકેંડ પી એસ આર એમ સંઘાડા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલી 11 જેટલી હાઈ સેકન્ડરી હાઈસ્કુલના આચાર્યો સાથે બેઠક યોજી હતી અને સ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓ સ્કુલમાં બાઈક લાઇસન્સ વિના બાઈક લાવતા હોય એવા વિદ્યાર્થીઓ પર રોક લગાવવા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી. તદઉપરાંત વિદ્યાર્થીઓ બાઈક સ્કુલોમાં લઇ આવે તો વાલીઓ સાથે બેઠક યોજી માહિતગાર કરવા જણાવાયું હતું, જેમાં આચાર્યોએ પણ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.