વાપી: નરોલીમાંથી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક યુવાન ઝબ્બે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીર - પિસ્તોલ સાથે પકડેલો યુવાન )

નરોલીમાંથી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક યુવાન ઝબ્બે


વાપી: વાપી અને ઉમરગામ જીઆઇડીસી વિસ્તારમાં ઉત્તરપ્રદેશ, બિહાર જેવા રાજ્યોમાંથી આવતા કેટલાક આરોપીઓ દ્વારા પિસ્તોલ કે રિવોલ્વર લાવવાના અનેક બનાવો ભૂતકાળમાં બહાર આવ્યા હતા. આવા જ એક પરપ્રાતિયને એસઓજીએ ભીલાડ નજીક નરોલી ચાર રસ્તા પાસેથી ઝડપી પાડયો હતો.વાપી એસઓજીને મળેલી બાતમીના પગલે તેમણે નરોલી ચાર રસ્તા પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન ૨૪ વર્ષિ‌ય યુવાન સની રાધેશ્યામ શર્માને ત્યાંથી પસાર થતો અટકાવ્યો હતો. તેની જડતી લેતાં તેની પાસેથી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી. દેખાવે ઇમ્પોર્ટેડ જેવી આ પિસ્તોલ હાથ બનાવટની હતી. જેને લઇ આ પિસ્તોલ કોઇ આધુનિક ફેક્ટરીમાં બનાવી હોય એવી પ્રતિતિ થઇ હતી. પોલીસે આ પિસ્તોલ સાથે ૬ કારતુસ પણ પકડી પાડયા હતા. જે કબજે લઇ એસઓજીએ સનીને ભીલાડ પોલીસને સોંપી દીધો હતો. આ બનાવ સંદર્ભે એસઓજીના ગજેન્દ્ર પટેલે ફરિયાદ નોંધાવી હતી.

વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..