ઓમ નમ: શિવાયનો નાદ ગુંજી ઉઠશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આજે વાપી અને સંઘપ્રદેશ શિવમય બનશે
- વાપી વીઆઇએના પટાંગણમાં સવા ૩૧ ફુટ સૌથી ઉંચુ રૂદ્રાક્ષ શિવલિંગ જોવા હજારો શિવભકતો ઉમટી પડશે


મહાશિવરાત્રિ પર્વ નિમિતે વાપી વીઆઇએના પટાંગણમાં ગુરૂવારે ૩૧ ફુટ સૌથુ ઉંચુ રૂદ્રાક્ષ શિવલિંગના નિર્માણને જોવા વાપી સહિ‌ત વલસાડ જિલ્લાના શિવભકતો ઉમટી પડશે. વાપી તથા સંઘ પ્રદેશમાં આવેલા શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠશે. શિવ મંદિરોમાં શિવની પુજા -અર્ચના માટે માનવમહેરામણ ઉમટી પડશે. શિવમંદિરોમાં વિવિધ ધાર્મિ‌ક કાર્યક્રમોના પણ આયોજનો થયા છે. ભગવાન શિવની આરાધના માટે મહત્વના પર્વ તરીકે મહાશિવરાત્રિને ગણવામાં આવે છે.

વાપી તથા તેની આજુબાજુના શિવમંદિરોમાં ગુરૂવારે શ્રધ્ધાળુઓ ભગવાન શિવના દર્શન કરવા ઉમટી પડશે.વિવિધ મંદિરોમાં મહાઅભિષેક સહિ‌ત ભજનકર્તિનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યાં છે. તેમજ વિવિધ મંદિરોની બહાર પિતૃ તર્પણ પણ કરવામાં આવશે. વાપી વીઆઇએ દ્વારા રૂદ્રાક્ષ મહાશિવલિંગ-શિવકથાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે,અહીં વહેલી સવારથી વાપી તથા જિલ્લાના શિવભકતો સવા ૩૧ ફુટ રૂદ્રાક્ષ શિવલિંગના દર્શન કરવા ઉમટી પડશે. આ ઉપરાંત વાપી અને સંઘ પ્રદેશના શિવમંદિરોમાં પણ મહાશિવરાત્રિની પરંપરાગત ઉજવણી કરવામાં આવશે.વહેલી સવારથી જ શિવમંદિરો હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગૂંજી ઉઠશે.

પલસાણા ખાતે ગંગાજીની જાત્રા

જયારે પારડી તાલુકાના પલસાણા ગામે ઐતિહાસિક અને પેશ્વવાઇ જમાનાનું રામેશ્વવર મહાદેવ મંદિરમાં મહા મેળો યોજાય છે. આ મેળાને ગંગાજીની જાત્રા તરીકે ઓળખવામાં આવે છે. અહિં રામેશ્વર મહાદેવના દર્શન કરી પાવન થવા મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે.મેળો સતત ત્રણ દિવસ સુધી ચાલે છે.

કયાં -કયાં મહાશિવરાત્રીની ઉજવણી

લવાછા રામેશ્વર મહાદેવ મંદિર,રાતા મહાદેવ મંદિરે,વાપી ટાઉન સ્થિત સિધ્ધનાથ મહાદેવ મંદિર,કુંતા સ્થિત કુંતેશ્વવર મહાદેવ મંદિર, વાપી ખોડિયાર નગર સહિ‌ત વાપી અને સંઘપ્રદેશના શિવ મંદિરોમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવશે.