• Gujarati News
  • Lepto Case Found In Valsad, One Positive And Two Doubt Full Case Found

વલસાડ જિલ્લામાં લેપ્ટોનો વાવર યથાવત, એક પોઝીટિવ અને બે શંકાસ્પદ કેસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: હોસ્પીટલમાં સારવાર લઇ રહેલી મહિલા)
- લેપ્ટો પોઝિટિવનો એક અને શંકાસ્પદ લેપ્ટોના બે કેસો નોંધાયા
- ચાલુ સિઝનમાં લેપ્ટોના સાત કેસો નોંધાયા
વલસાડ: વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા લાખો રૂ.ના ખર્ચે મલેરિયા, ડેન્ગ્યુ અને લેપ્ટો બાદ હવે ઝાડા ઉલ્ટીના કેસો નોંધાતા કામગીરી સામે પ્રશ્રનાર્થ સર્જાયો છે. જિલ્લામાં લેપ્ટો પોઝિટિવનો એક અને શંકાસ્પદ લેપ્ટોના ના બે બે કેસો નોંધાવા પામ્યા છે. ચાલુ સિઝનમાં લેપ્ટો પોઝિટિવના ૭ કેસો આરોગ્ય વિભાગમાં નોંધાયા છે.
જિલ્લા આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી વિગતો મૂજબ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાંથી લેપ્ટોના બે કેસો અને આહવાથી લેપ્ટોનો એક કેસ નોંધાયો છે. વલસાડની સિવિલમાં દાખલ લેપ્ટોના દર્દીઓમાં બુધિયાભાઇ ગોપીભાઇ ભોયા, ઉ.વ.૫૦. રહે.બારોલીયા, તા.ધરમપુર,નો સમાવેશ થાય છે. જ્યાંરે શંકાસ્પદ લેપ્ટોના દર્દીઓમાં વિજય શુકર કેરેગ ઉ.વ.૨૬, વિજય શુકકરભાઇ કેરેગ ઉ.વ.શેરીમાળ, ઉપલા ફિળયા, તા.ધરમપુર, મુન્નીબેન બી પવાર ઉ.વ.૩૧, રહે.આહવાનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે લેપ્ટોના દર્દીની વિગતો સુરતની આરડીડી કચેરીમાંથી લેવાના આદેશ બાદ વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ કે વલસાડ સિવિલના તબીબો લેપ્ટોની કોઇપણ વિગતો આપતા નથી. મંગળવારે પણ સિવીલમાં નોંધાયેલા લેપ્ટોનાં દર્દીઓની વિગતોનાં મુદ્દે આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલના તબીબી અધિકારીઓમાં વિસંગતતા જોવા મળી રહી છે. એજ રીતે જિલ્લામાં ડેન્ગ્યુના નોંધાય રહેલા કેસોની માહિતી અત્યારસુધી મલેરિયા અધિકારી દ્વારા આપવામાં આવતી હતી, તેના ઉપર પાબંદી મૂકી હવે ડેન્ગ્યુની તમામ માહિતી માત્ર સીડીએચઓ જ દ્રારાજ આપવામાં આવશેના આદેશના પગલે ખાનગી હોસ્પિટલમાં દાખલ થતા ડેન્ગ્યુના દર્દીઓની માહિતીને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનુ પ્રતિત થઇ રહ્યુ છે.
આગળ ક્લિક કરો અને જુઓ હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ
(તમામ તસવીરો: ચેતન મેહતા)