વાપીના જ્વેલ્સ એપાર્ટ.માં કુટણખાનું ઝડપાયું, બહારથી યુવતીઓને મંગાવતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક છે)
વાપીના સેવન જ્વેલ્સ એપાર્ટ.ના ફલેટમાંથી કુટણખાનું ઝડપાયું
ભાવસાર પેટ્રોલ પંપની પાછળના સેવન જ્વેલ્સ એપાર્ટમેન્ટમાં કુટણખાનુ ચાલતું હતું
કુટણખાણુ ચલાવતા એક પુરુષ અને સ્ત્રી દલાલ સાથે એક ગ્રાહકની પણ ધરપકડ કરી


વાપી: ઔદ્યોગિક નગરી વાપીમાં અનેક ઠેકાણે દેહ વ્યાપાર ફૂલ્યો ફાલ્યો હોવાની વાતો થતી રહે છે. તેમજ વખતો વખત કુટણખાના પણ પકડાતા રહેતા હોય છે. આવું જ એક કુટણખાણુ ગત ૧૪મીની મોડી રાતે પોલીસે ઝડપી પાડયું હતુ. વાપી સ્ટેશન રોડ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં ફ્લેટ ભાડે રાખીને એક દક્ષિણ ભારતનો દલાલ એક કલકત્તાની મહિ‌લા સાથે બાળાઓ લાવી કુટણખાનુ ચલાવતો હતો. જેને પોલીસે પકડી પાડયો હતો. જ્યારે ત્યાંથી પકડાયેલી બે યુવતીને પોલીસે તેમના ચુંગાલમાંથી છોડાવી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ભાવસાર પેટ્રોલ પંપ પાછળ સેવન જ્વેલ્સ એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ ભાડે રાખી કુટણખાનુ ચલાવતા હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના પગલે ટાઉન પોલીસની ટીમે ગુરૂવારની મોડી રાત્રે ત્યાં આકસ્મિક દરોડો પાડયો હતો. આ દરોડામાં તેમણે ત્યાંથી ૨૨ વર્ષની અને ૨૬ વર્ષની યુવતી પાસે દેહ વ્યાપાર કરાવાતો હોવાનું ઝડપી પાડયું હતુ. આ ફ્લેટમાં રહેતા વેલમુર્ગન લક્ષ્મીનારાયણ અર્જુન અને કલકત્તાની વીણાદાસ શ્યામલાલ દાસ યુવતીઓને બોલાવી ત્યાં દેહ વ્યાપાર કરતાં હોવાનું બહાર આવ્યું હતું. તેમજ પોલીસે ત્યાંથી ગ્રાહક તરીકે ગયેલા સોનુ જમલ શર્માને પણ રંગે હાથો ઝડપી પાડયા હતા.

સભ્ય સમાજનો વિસ્તાર ગણાતા આ સેવન જ્વેલ્સમાં ચાલતા આ સેક્સ રેકેટની રેડ બાદ આજુબાજુના લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. એપાર્ટમેન્ટના લોકો પણ આ ઘટનાથી અચંબામાં પડી ગયા હતા. વાપીમાં ઔદ્યોગિક વિસ્તાર હોય અહીં આવી અનેક બદીઓ ફૂલી ફાલી રહી છે. ત્યારે આ બદીને ટાળવી જરૂરી બની છે. અગાઉ પણ રહેણાંક ગણાતા હાઉસિંગ વિસ્તારમાં આવું જ એક રેકેટ ઝડપાયું હતુ. જોકે, સેવન જ્વેલ્સ એક સમયનું જાણીતું એપાર્ટમેન્ટ ગણાતું હતુ. આ એપાર્ટમેન્ટમાં આ વેપલો પકડાતા ભારે ચકચાર મચી ગઇ હતી. આ દરોડા બાદ પોલીસે વેલમુર્ગન, વીણાદાસ અને સોનુ શર્મા વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી હતી.

બહારથી યુવતીઓને મંગાવી ધંધો કરાવતા હતા, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...