તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • It Now Also Use Electronic Toll Collection In Gujarat

હવેથી ગુજરાતમાં પણ થશે ઇલેકટ્રોનિક ટોલ કલેકશન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ચારોટીથી બરોડા સુધીના ટોલ પ્લાઝા દ્વારા હવે ઇલેકટ્રોનિક ટોલ કલેકશન (ઇટીસી) લેનનો ઉપયોગ શરૂ કરાયો

નેશનલ હાઇવે ઓથોરિટી અને આઇઆરબી દ્વારા અન્ય દેશોની જેમ ભારતમાં પણ હવે ઇલેકટ્રોનિક ટોલ કલેકશન (ઇટીસી)નો ઉપયોગ અમલી કરવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત હાલ ચારોટી થી વડોદરા સુધીના ટોલપ્લાઝા દ્વારા ઇટીસી લેનનો ઉપયોગ શરૂ કરાયો છે. ઇટીસીના કારણે હવે વાહનચાલકોએ લાઇનમાં ઊભા રહેવું પડશે નહી તેમનો ટેકસ સીધો જ બેંકમાં ભરાઇ જશે.

નેશનલ હાઇવે પરથી પસાર થતાં હજારો વાહન ચાલકોનો સમય બચાવવા અને આધુનિક ટોલ ટેકસ સુવિધાઓ અમલી બનાવવા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પ્રયાસો કરાયા છે. હાઇવે ઓથોરિટી અને આઇઆરબીએ આઇસીઆઇસીઆઇ બેન્ક સાથે ટાઇપ કરી ઇલેકટ્રોનિક ટોલ કલેકશન (ઇટીસી)નો નિર્ણય લેવાયો છે. જે મુજબ આઇસીઆઇસીઆઇ બેન્ક એક્સપ્રેસ ટેગનો ઉપયોગ આસાન બનાવવા ટોલ પ્લાઝા પર વાહન ચાલકોનો ટોલ ટેકસ આપોઆપ કપાઇ જાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

વાહનચાલકો રૂ.પ૦ હજાર સુધીના ટોલ ટેક્સનું (એક્સપ્રેસ ટેગ) રિચાર્જ કરાવી શકશે. જેના કારણે વાહન ચાલકોને લાભ થશે. હાલ ચારોટીથી બરોડા સુધીના ટોલ પ્લાઝા પર ઇટીસીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. નેશનલ હાઇવે નં.૮ પરના તમામ ટોલ પ્લાઝા પર હવે ઇટીસીનો ઉપયોગ શરૂ કરવામાં આવશે.

- ૬મીટરની રેન્જ સુધી કેમેરા

ટેગ એક્સપ્રેસ માટે ટોલ પ્લાઝાઓ પર ૬ મીટરની રેન્જમાં કેમેરા ગોઠવવામાં આવ્યાં છે. જે વાહનમાં ટેગ એક્સપ્રેસ હશે તે વાહનને ઓટોમેટિક પસાર થવા દેવાશે. કેમેરાના કારણે ખબર પડી જશે કે વાહન ચાલકે ટેગ એકસપ્રેસનો ઉપયોગ કર્યો છે.

- ઓનલાઇન રિચાર્જ મળશે

આઇસીઆઇસીઆઇ બેન્કની એક્સપ્રેસ ટેગ વેબસાઇટ પર વાહનચાલકો ઓનલાઇન અરજી કરી શકે છે. નવું એક્સપ્રેસ ટેગ આઇસીઆઇસીઆઇ બેન્ક કિયોસ્ક ખાતે અધિકૃત અધિકારી દ્વારા તમારા વાહનને ચોટાડવામાં આવશે. બેન્ક એક્સપ્રેસ ટેગ વેબસાઇટ પર લોગ ઓન કરીને ટેગ રિચાર્જ કરી શકાશે.

- ટોલ ટેક્સનો મળશે ફઝફ

ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકો ઇટીસીનો ઉપયોગ કરવાથી તેમનું વાહન કયાંથી પસાર થઇ રહ્યું છે, તેની સ્પષ્ટ માહિ‌તી મળશે. કારણ કે ટોલ પ્લાઝા પરથી વાહન પસાર થતાં જ રજિસ્ટર મોબાઈલ નંબર (વાહન ધારક) પર તરત જ એસએમએસ આવી જશે ટોલ ભરાઇ ગયો છે. જેથી કંપનીના કર્મચારીઓ ખોટું પણ બોલી નહીં શકે.

- પ૦ હજાર સુધી રિચાર્જ થશે

ટેગ વાહનચાલકો આવશ્યકતાને આધારે પ૦ હજાર સુધી રિચાર્જ કરી શકશે. જ્યારે ટેગ પર રોકડ મારફતે અપલોડ કરવાની મર્યાદા ચાલક દીઠ પ હજારની મર્યાદિત છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી ઇટીસીનો ઉપયોગ શરૂ કરી દેવાયો છે. નરેન્દ્રસિંહ શ્રીરામ, મેનેજર, બગવાડા ટોલ પ્લાઝા

- વાહનચાલકોને શું લાભ?

ટોલની ચુકવણી માટે છુટા રાખવાની જરૂર રહેશે નહીં
વાહન પ્રણાલી દ્વારા શોધ કરાતા જ આપોઆપ ટોલ કપાઇ જાય છે.
ટોલ લેણદારો પર તાત્કાલિક એસએમએસ અને ઇમેઇલથી અપડેટ અને ઓછી રકમ જમા હોય તો એલર્ટસ.
આઇસીઆઇસીઆઇ બેન્ક એક્સપ્રેસ ટેગ વેબસાઇટ પર ગમે ત્યાં ગમે તે સમયે લોગ ઓન કરીને રિચાર્જ કરી શકાશે.

- અહીં સુવિધા શરૂ

આઇઆરબી ચારોટી પ્લાઝા
આઇઆરબી બગવાડા પ્લાઝા
આઇઆરબી બોરિયાચ પ્લાઝા
આઇઆરબી ર્ચોયાસી પ્લાઝા
એલ એન્ડ ટી -વડોદરા
ભરૂચ ટોલ પ્લાઝા
વનટાઈમ ટેગ ડિપોઝિટ
વાહનનો પ્રકાર ટેગ ડિપોઝિટ થ્રેસહોલ્ડ
કાર-જીપ-વેન ૨૦૦ ૧૦૦
લાઇટ કમર્શિ‌યલ ૩૦૦ ૧૪૦
બસ ૨ એકસેલ ૪૦૦ ૩૦૦
મિની બસ ૪૦૦ ૩૦૦
ટ્રક ૬ એકસેલ પ૦૦ ૩૦૦
ટ્રેકટર પ૦૦ ૩૦૦
અર્થ મુવિંગ મશીનરી પ૦૦ ૩૦૦

- શું છે થ્રેસહોલ્ડ?

આ સમગ્ર ઈટીસી સુવિધામાં થ્રેસહોલ્ડ એ વાહન ધારકની મુખ્ય જમા રકમ છે. જેમાંથી વાહન ચાલકની ટેક્સની રકમ કપાશે. ઉપરાંતની ટેગ ફી તથા ટેગ ડિપોઝીટ પણ વાહન ચાલકે એક વખત ભરવાની રહેશે. જેમાંથી ટેગ ડિપોઝીટ ખાતુ બંધ થવા સમયે રિફંડેબલ છે. જ્યારે થ્રેસહોલ્ડ પ્રિપેઈડ મોબાઈલમાં જમા રકમની જેવી જ છે, જે ૧૦૦ થી પ૦ હજાર સુધી જમા રાખી શકાય છે.