• Gujarati News
  • Issue Between The Two Members Of The Eurozone Will Report Charavada

છરવાડા ગ્રામસભાની જાણ નહીં કરવાના મુદ્દે બે સભ્યો વચ્ચે તુતુ -મૈમૈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચાયતના સભ્યએ ઉગ્ર રજૂઆત કર્યા બાદ કોરમના અભાવે હવે છરવાડાની ગ્રામસભામાં હવે ૧૮જુને મળશે

છરવાડાની ગ્રામસભાની જાણ ન કરાઇ હોવાના મુદ્દે પંચાયતના બે સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં વાતાવરણ તંગ થયું હતું. આખરે ગ્રામસભા કોરમને અભાવે મુલતવી રાખવાનો સર્વાનુમત્તે નિર્ણય લેવાયો હતો. આગામી ગ્રામસભા હવે ૧૮ જુને મળશે. છરવાડાની ગ્રામસભા ગુરૂવારે સવારે રાષ્ટ્રીય ગ્રામીણ,વસ્તી ગણતરી ૨૦૧૧ ડ્રાફટની પ્રસિધ્ધ, કૃષિરથનું આયોજન ,વિવિધ કામોનો નિર્ણય સહિ‌ત મુદ્દે મળવાની હતી,પરંતુ સભાની જાણ ગ્રામજનો ઓછી કરતાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી.

છરવાડા પંચાયતના સભ્ય ભાવિક પટેલે ગ્રામસભાની જાણ ન કરી હોવાની ઉગ્ર રજૂઆત કરી હતી. જે દરમિયાન શાસક પક્ષને સભ્યને જાણ કરી હોવાનું જણાવતા બંને સભ્યો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયું હતું. ગ્રામજનોને સભાની જાણ કરાતા લોકોએ પણ પોતાનો રોષ વ્યકત કર્યો હતો. સભ્યની ઉગ્ર રજૂઆત અને કોરમના અભાવે ગ્રામસભાને મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો હતો. ગ્રામસભાના સ્થળે લોકોની પાંખી હાજરી વચ્ચે સભાને મુલતવી રાખવાનો નિર્ણય લીધા બાદ આગામી સભા ૧૮ જુને બોલાવવાનો પણ નિર્ણય લેવાયો હતો. છરવાડાની ગ્રામસભામાં દર વખતે વાતાવરણ તંગ રહે છે, આ વખતે પણ બે સભ્યો વચ્ચે રકઝક જોવા મળી હતી.

ગ્રામસભામાં પ૦ લોકો ન હોવાના કારણે સભા મુલતવી

છરવાડાની ગ્રામસભા કોરમના અભાવે મુલતવી રખાઇ છે, કોરમ માટે પ૦ લોકોની હાજરી જરૂરી હતી,પરંતુ લોકોની ગેરહાજરીના કારણે કોરમ ન થતાં હવે આગામી ૧૮ જુને ફરી ગ્રામસભા મળશે. પ્રક્ષેશ પટેલ,તલાટી,છરવાડા