• Gujarati News
  • Inresponcible Valsad Civil Docter Insult Poor Pesent

વલસાડ: સિવિલના તબીબોએ ગરીબ દર્દીને ટોણો માર્યો, લ્યો.. VIP દર્દી આવી ગયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: મધ્યમ અને ગરીબ દર્દીઓ માટેનાં હેતુ માટે સરકાર દ્વારા સંચાલિત વલસાડની સિવિલ હોસ્પિટલનાં કારભારમાં છાશવારે વિવાદો ઉઠતા રહ્યા છે. ફરી એક વિવાદ પ્રકાશમાં આવ્યો છે. જેમાં 46 દિવસ અગાઉ ઇજા પામેલા એક બાળકનાં હાથમાં ઓપરેશન બાદ હાથમાં નાંખેલો સળિયો બહાર નિકળી આવતાં પરિવારજનો ચિંતામાં મૂકાયા છે.આવી કફોડી હાલત વચ્ચે પરિવારજનો બાળકને સિવિલમાં ફરી બતાવવા લઇ જતાં ત્યાંના ડોકટરો અને સ્ટાફ ગરીબ પરિવારની ઠેકડી ઉઠાવી કહે છે કે, લ્યો VIP પેસેન્ટ આવી ગયા.વલસાડપારડીમાં રહેતાં ગરીબ પરિવારનાં 10 વર્ષીય બાળક સુમિત પટેલનાં હાથનાં ફ્રેકચરનું દોઢ માસ પહેલા ઓપરેશન કરાયું હતું. સમયાંતરે આપવાની સારવાર અને સલાહસૂચન પણ નહિં આપતાં સિવિલ તંત્રના વિવાદાસ્પદ કારભાર સામે સામે માતા-પિતા ભારે હૈયાવરાળ ઠાલવી રહ્યા છે.

- સિવિલના તબીબોએ ગરીબ દર્દીને ટોણો માર્યો, લ્યો.. VIP દર્દી આવી ગયા
- ઓપરેશન પહેલાં 10 વર્ષના બાળકને 15 કલાક સુધી ભુખ્યો બેસાડી રાખ્યો હતો
- બેદરકારી |વલસાડ સિવિલમાં ઓપરેશન બાદ બાળકનાં હાથનો સળિયો બહાર નિકળી આવ્યો

માતા નયનાબેનના જણાવ્યા મુજબ ઓપરેશન બાદ રજા આપ્યા પછી બે ત્રણ વાર હોસ્પિટલમાં ડોકટરી તપાસ માટે ગયાં તો પણ અમારી સાથે કોઇ વાત પણ કરે નહિ. દવા પણ અમો બીજાને કહીને લખાવી લાવતાં હતાં. ઉપરથી ડોકટર અને સ્ટાફની બહેનોએ બધાની વચ્ચે વીઆઇપી પેશન્ટ આવી ગયાં છ,તેવાં મેણાંટોણાં મારતાં હતાં. સિવિલ સ્ટાફનાં આ પ્રકારના વ્યવહારથી લાચારીમાં મૂકાઇ ગયેલી માતા નયનાબેન અને પિતા રાજૂને સિવિલમાં જવાનું માંડી વાળવાની સ્થિતિ ઊભી થઇ છે. આ દંપતી સિવિલ સ્ટાફનાં મેણાંથી મૂંઝવણમાં મૂકાઇ ગયું છે. બાળકને સમયાંતરે આપવી પડતી સારવાર મળી શકી ન હોવાનું માતા પિતાએ જણાવ્યું હતું.

હાથ કાળો પડી ગયો છે અને સળિયો બહાર નિકળી આવ્યો છે, આ અંગે વધુ વિગત વાંચવા માટે આગળ ક્લિક કરો...