ઇમ્પેક ફી બાંધકામો નિયમબધ્ધ કરવા ધસારો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મોગરાવાડીમાંથી ૧૩૦ અરજીઓ પૈકી ૧પના બાંધકામો નિયમબધ્ધ કરાયાં

વલસાડનાં મોગરાવાડી ઝોનમાં ઇમ્પેક્ટ ફી હેઠળ અનધિકૃત બાંધકામો નિયમબધ્ધ કરાવવા માટે ધસારો થઇ રહ્યો છે. આ વિસ્તારનાં કાઉન્સિલરોએ લોકોનાં ઘરે જઇ આ કાયદાનો લાભ મેળવવા માટે સરકારના નિયમોની જાણકારી આપતાં અરજદારો ઝોન કચેરીમાં ઉમટી પડયાં હતાં.

રાજ્ય સરકારે અનધિકૃત વિકાસને નિયમિત કરવા અંગેનાં અધિનિયમ-૨૦૧૧ અને નિયમો- ૨૦૧૨ હેઠળ પાલિકા વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો નિયમબધ્ધ કરવા માટે જાહેર કરેલી ઇમ્પેકટ ફી યોજનાને છેલ્લા એક વર્ષથી યોગ્ય પ્રતિસાદ ન મળતાં તેની મુદ્દત વધારવામાં આવી હતી. વલસાડ શહેરમાં તેને નબળો પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ હવે કાઉસ્લિરોએ લોકોને જાગૃત કરવા માટે પ્રયાસો કરી આ તક ઝડપી લેવા સમજ આપવાનાં પગલે મોગરાવાડી ઝોનમાં ધસારો શરૂ થયો છે.

પાલિકાનાં શાસકો, ચીફ ઓફિસર, સિટી ઇજનેર અને બાંધકામ વિભાગે તે માટે પેમ્પલેટસનું પણ શહેરમાં વિતરણ કરી લોકોને આ યોજનાનો લાભ લેવા માટે જાગૃત કર્યા હતા. મોગરાવાડી ઝોનમાં ઇમ્પેક્ટ ફી હેઠળ ગેરકાયદે બાંધકામો નિયમબધ્ધ કરાવવા માટે વિપક્ષનાં નેતા ગિરીશ દેસાઇ, સંજય ચૌહાણ, કલ્પેશ પટેલ અને વિજય દેસાઇએ ઘરેઘર ફરીને અરજદારો પાસે ફોર્મ ભરાવી ગુરૂવારે સિટી ઇજનેર હિ‌તેશ પટેલની ઉપસ્થિતિમાં બાંધકામ વિભાગે અરજીનાં નિકાલ માટે શરૂ કરેલી કાર્યવાહી માટે બોલાવ્યા હતા. જ્યાં ૧૩૦ અરજીઓ આવતાં પાલિકા તંત્રએ ચકાસણી કરી નિયમાનુસાર થવા પાત્ર ૧પ ગેરકાયદે બાંધકામોની અરજીનો નિકાલ કર્યો હતો.

- ૧૯૮પમાં પાડેલા પ્લોટનાં બાંઘકામોની પણ અરજી

આ ઝોનમાં ૧૯૮પમાં ખેતીની જમીનમાં ૧૯૮પ દરમિયાન પ્લોટ પાડી મધ્યમ વર્ગનાં લોકોને વેચાણ કર્યા હોય તેવા બાંધકામોને નિયમબધ્ધ કરવાની અરજીઓ પણ ઇમ્પેકટ ફી યોજના હેઠળ આવી છે. સિટી સરવેમાં તેની હકચોકસી થઇ હતી તે સહિ‌તનાં ૧૩૦ અરજદારોએ અનધિકૃત બાંઘકામો નિયમબધ્ધ કરવા પાલિકાને અરજી કરી છે જેનો નિકાલની કાર્યવાહી ઝોન કચેરીમાં હાથ ધરાઇ હતી.ગિરીશ દેસાઇ, પાલિકા કાઉન્સિલર