તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડના મદનવાડમાં મકાનની દીવાલ ધરાશાયી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જોકે પરિવાર ઘટનાના થોડા સમય અગાઉ જ બહાર નિકળી જતા તેમનો બચાવ

વલસાડનાં મદનવાડ વિસ્તારમાં રહેતા એક પરિવારના પાકા મકાનનો કેટલોક ભાગ શુક્રવારે મોડી સાંજે ઘડાકાભેર તુટી પડતા અફરાતફરી મચી ગઇ હતી.ઘટના સમયે મકાનની અંદર દંપતિ અને તેમનો પુત્ર જ હતા.જોકે દીવાલ તૂટવા અગાઉ પાટીયું પડવાનાં પગલે તેઓ ગભરાયને બહાર નિકળી ગયા હતા.જેને લઇ તેમનો બચાવ થયો હતો,પરંતુ ઘરવખરીને ભારે નુકસાન થયું હતું.

સૂત્રો અને ઘટના સ્થળેથી મળતી વિગતો મૂજબ વલસાડ શહેરનાં કેરી માર્કેટ પાછળ આવેલા મદનવાડ વિસ્તારમાં રહેતા અને કલરકામ વ્યવસાય સાથે સંકળાયેલા દેવાભાઇ મેઘાભાઇ વાઘેલા ઉ.વ.૬પ, તેમના પત્ની લક્ષ્મીબેન દેવાભાઇ ઉ.વ.૬૦ અને પુત્ર ગંગારામ દેવાભાઇ ઉ.વ.૩૦ સાથે શુક્રવારે મોડી સાંજે તેમના ઘરમાં હતા. તે સમયે મકાનનાં માળીયા ઉપરથી અચાનક પાટીયુ નીચે પડતા તેઓ પરિવાર સાથે ઘરની બહાર નિકળી ગયા હતા.

ત્યારબાદ ગણત્રીના સમયમાં મકાનની દીવાલ અને કેટલોક ભાગ ધડાકાભેર તૂટી ગયો હતો.જેને લઇ થોડીવાર મકાનની આસપાસ રહેતા લોકો ગભરાઇને બહાર નિકળી ગયા હતા.જોકે તેમણે પરિવારને સલામત જોતા રાહતનો દમ લીધો હતો,પરંતુ ઘટનામાં પરિવારનો સામાન અને કપડા સહિ‌તની ચીજવસ્તુઓ કાટમાળ નીચે દબાઇ જતા તેમને નુકસાન થયું હતું.ઘટનાની જાણ થતા જ પાલિકા સભ્ય પ્રવીણભાઇ કચ્છી સહિ‌ત પાલિકાનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.