છીરીમાં હોમગાર્ડ ઉપર ફાયરિંગ કરનારા વધુ ત્રણની ધરપકડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- છીરીમાં હોમગાર્ડ ઉપર ફાયરિંગ કરનારા વધુ ત્રણની ધરપકડ
- ફાયરિંગ કરનારા મુખ્ય સૂત્રધાર અનિલ પટેલ હજુ પોલીસ પહોંચથી દૂર


વાપીના છીરી ગાલા મસાલા સ્થિત જીઆઇડીસી વિસ્તારમાં રવિવારે રાત્રે કારમાં આવેલા પાંચ ઇસમોએ હોમ ગાર્ડ ઉપર હત્યાના ઇરાદે ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. ઉદ્યોગ નગર પોલીસે એક આરોપીની સોમવારે રાત્રે ટાઉન વિસ્તારમાંથી ધરપકડ કરી ર્કોટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ લીધા હતા. આ કેસમાં ગુરૂવારે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પહોંચીથી દૂર છે.

હોમ ગાર્ડ ઉપર ફાયરિંગ કરનારા પૈકી એક આરોપીની સોમવારે પોલીસે ધરપકડ કરી હતી જ્યારે ગુરૂવારે વધુ ત્રણ આરોપી ગૌરાંગ વિનોદ પરમાર (કોચરવા), યતિન નાથુ પટેલ (નવી નગરી, છીરી) તથા દીલિપ ઉર્ફે ભૈયો સિંધવાન વનવાસી (રહે. શાંતિ નગર, છીરી)ની ધરપકડ કરવામાં આવી છે. ફાયરિંગ કરનાર મૂખ્ય સૂત્રધાર અનિલ પટેલ હજુ પણ પોલીસ પહોંચથી દૂર છે.

દારૂના ખેપની બાતમી આપતા હુમલો
હોમ ગાર્ડ ઉપર હુમલો કરનારા તમામ પાંચ આરોપી એક બીજાને ઓળખે છે. પોલીસના હાથે ઝડપાયેલો મયુર પાંચાલ અને હોમ ગાર્ડ તથા બીજા ઇસમો વાપી જીઆઇડીસીમાં આવેલી એક હાઇસ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા ત્યારથી એક બીજાને ઓળખે છે. આમ અચાનક હોમ ગાર્ડ ઉપર હુમલાને લઇ હાલ તો ચર્ચાનો વિષય બન્યો છે.

ચોટિલા ફરવા ગયા ત્યાંથી એર ગન લીધી
ફાયરિંગ કરનારા પૈકી ઝડપાયેલા મયુર પાંચાલે જણાવ્યૂ કે, અગાઉની કોચરવા મારા મારીમાં જામીન મળ્યા બાદ તેમના મિત્રો સાથે અંબાજી ચોટિલા ફરવા માટે ગયા હતા. ચોટિલાથી તેઓ ૭૦૦ રૂપિયામાં એર ગન લઇ આવ્યા હતા. હોમ ગાર્ડને ગભરાવવા માટે તેમના ઉપર એર ગનથી ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું આરોપીએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું.