• Gujarati News
  • Gujarat Police Patrol In Daman Lift Lines That Separate The Alcohol Shipment

દમણમાં ગુજરાત પોલીસે ચોકી ઉઠાવી લેતા દારૂની હેરાફેરીને છુટો દોર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત પોલીસે જાણે દારૂની છુટ આપી દીદી હોય તેમ ચેક પોસ્ટ બંધ કરી દીધી
દમણના હદ પાતલીયા પછીની ગુજરાત પોલીસની ચેક પોસ્ટ છેલ્લા એક મહિ‌નાથી બંધ છે
દમણમાંથી દારૂની હેરાફેરી હવે વગર અડચણે થતી હોવાથી બૂટલેગરો ગેલમાં


દમણમાંથી ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી નહીં થઇ શકે અને ગુજરાતમાં દારૂ બંધી હોવાથી રાજયમાં દારૂ નહીં ઠલવાય તેવા આશ્યથી ગુજરાત પોલીસ દ્વારા દમણની હદ પુરી થાય એટલે ગુજરાત રાજયની હદમાં ચોકીનું નિમાર્ણ કરી બંદોબસ્ત ગોઠવામાં આવે છે. પરંતુ છેલ્લા એક મહિ‌નાથી દમણના પાતલીયા પછીની ગુજરાતના હદ વિસ્તારમાં પારડી પોલીસ દ્વારા મુકવામાં આવેલી ચેક પોસ્ટ બંધ કરી દેવામાં આવી છે. જો કે પારડી પોલીસની ચેક પોસ્ટ ઉઠાવી દેવામાં આવ્યા બાદ દમણના દારૂની હેરાફેરીમાં સંકળાયેલા લોકોને અને ખાસ કરીને બૂટલેગરોની મજા પડી ગઇ છે તેઓ ગેલમાં આવી ગયા છે અને હવે બેરોકટોક દારૂની હેરાફેરી થઇ રહી છે. ગુજરાતમાં વગર બીકે દારૂ ઠલવાય રહ્યો છે. દમણ પ્રશાસકની પણ એકસાઇઝ વિભાગના આવકમાં વધારો થઇ ગયો છે અને દમણના સ્થાનિકોને પણ લાભ મળી રહ્યો છે.

નાની દમણ ભીમપોર પંચાયત ખાતે આવેલા પાતલીયા વિસ્તાર જે દમણની હદ છે ત્યારપછી ગુજરાત રાજય શરૂ થઇ જાય છે. પાતલીયા પછી દમણ અને ગુજરાતને જોડતો પાર નદીના કોસ્વે પછી પારડી પોલીસ દ્વારા ચેક પોસ્ટ હંગામી ધોરણે બનાવામાં આવ્યું હતું. આ ચેક પોસ્ટના કારણે દમણમાંથી પસાર થતી તમામ વાહનોને પારડી પોલીસ રોકીને તપાસ કરતા હતા અને દારૂની હેરાફેરીને અંકુશ લાગતો હતો. જો કે પારડી પોલીસની ચેક પોસ્ટ હોવા છતા પણ નાણાના જોરે દારૂ ગુજરાતમાં ઠલવાતો હતો તેમાં કોઇ બે મત નથી. પરંતુ ચેક પોસ્ટના લીધે લોકોમાં બીક જરૂર રહેતી હતી અને સુરક્ષાની દૃષ્ટિએ પણ યોગ્ય હતું. છેલ્લા એક મહિ‌નાથી પારડી પોલીસ દ્વારા પાતલીયા પછીની ચેક પોસ્ટ અચાનક બંધ કરી દેવામાં આવી છે. કયા કારણસર બંધ થઇ છે તે જાણવા મળ્યું નથી પરંતુ દમણના લોકો માટે રાહતની વાત થઇ ગઇ છે. ગુજરાત પોલીસે પણ જાણે દારૂ બંધી હટી ગઇ હોય તેમ ચેક પોસ્ટ બંધ કરી દેવામાં આવતા હવે બેરોકટોક દારૂની હેરાફેરી થઇ રહી છે. ગુજરાત પોલીસે દારૂની હેરાફેરીને અંકુશમાં લાવુ હોય તો પાતલીયા પછી ફરીથી ચેક પોસ્ટ ઉભી કરીને પારડી પોલીસ કર્મીઓએ તૈનાત થવાની જરૂર ઊભી થઇ રહી છે.

દમણની એકસાઇઝની આવકમાં વધારો
પાતલીયામાંથી બપોરના સમયે ૧૨ થી ૨ની વચ્ચે વધુ પ્રમાણમાં દારૂ લઇ જવામાં આવે છે જયારે ગુજરાતની એસટી બસમાંથી પણ હેરાફેરી થઇ રહી છે. એસટી બસમાં બપોરે ૧૨ થી ૪ વચ્ચે આવતી તમામ બસમાં દારૂ ભરીને ગુજરાતની હદમાં લઇ જવામાં આવે છે. આજની તારીખમાં તો ગમે ત્યારે દારૂ લઇ જવાની છુટ થઇ ગઇ છે. જો કે દમણ પ્રશાસનની એકસાઇઝની આવકમાં વધારો થયો છે અને સ્થાનિકોને પણ દારૂની વધુ પ્રમાણમાં ખપત થઇ રહી હોવાથી લોકો આંનદીત છે. જયારે બૂટલેગરો તો રીતસરના ગેલમાં આવી ગયા છે.