• Gujarati News
  • Gopalak Dairy Md JaySukh Fraud Case 1000 Buffalo Sold Overnight

એક માસમાં સ્થિતિ થાળે પાડવાની ખાતરી આપ્યા બાદ જયસુખ ભૂગર્ભમાં ઊતર્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક માસમાં જયસુખે બે ડેરી પર ૧ કરોડનું ધિરાણ મેળવ્યુ અને ૧૦૦૦ ભેંસ રાતોરાત વેચી મારી

ગોપાલક ડેરીના એમડી જયસુખ અઘેરાએ રોકાણકારોના પૈસાથી તાગડધિન્ના કરી ભાગવાનું ચાલુ કરતા કેટલાક માથાભારે લોકોએ પોતાના પૈસા કઢાવવા દાદાગીરી કરવા માંડી હતી તો કેટલાક રોકાણકારોએ ચેરમેન કમિટી સાથે ચર્ચા કરી લોકોને નાણા મળે તે માટે ધોરણપારડી ગામમાં તા.૧ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ મિટીંગ રાખી હતી. જેમાં લોકોના નાણા મળે તે માટે ખરડો પસાર કરવામાં આવ્યો હતો.

તેના બીજા દિવસે તા.૨ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ ચેરમેન કમિટીની એક મિટીંગ સ્થાનિક પોલીસ અધિકારી પીઆઈ વુડાની હાજરીમાં મળી હતી. જેમાં જયસુખ હાજર રહ્યો હતો. ત્યારે તેણે એક માસમાં લોકોને નાણા ચુકતે કરી દેવાની ખાતરી આપી એક માસનો સમય માંગ્યો હતો. જેથી પોલીસ અને રોકાણકારોએ પણ જયસુખ નાણા આપવા તૈયાર હોવાથી તેને એક માસનો સમય આપ્યો હતો.

એક માસના સમય દરમિયાન તેણે ધોરણપારડી ગામની ડેરી પર પ૦ લાખનું ધિરાણ મેળવ્યું હતું. ત્યારબાદ ગાયપગલા ગામની ડેરી ઉપર પણ ૧૧ માસમાં નાણા પરત કરવાની શરતે પ૦ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. બાદમાં લોકોને નાણા ચૂકવવાના છે એવી વાતો કરીને પશુ શાળાની ૧૦૦૦ ભેંસ પણ રાતો રાત વેચી મારી હતી.
આ ભેંસ કતલખાને વેચી હતી કે કયાં વેચી તે અંગે પણ તરહતરહ ના પ્રશ્નો ઉઠયા હતા. આ તમામ નાણા ભેગા થયા બાદ એક માસની મુદ્દત પણ પૂર્ણ થઈ ગઈ પરંતુ જયસુખ ફરી કયારેય ચેરમેન કમિટી સમક્ષ પરત ફર્યો ન હતો.

ગોપાલક ડેરીના એમડી જયસુખ અઘેરાએ કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી ભૂગર્ભમાં ઉતરી ગયા બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ત્યારે પોલીસ સમક્ષ હાજર થયેલા જયસુખે પરિસ્થિતિ થાળે પાડવા માટે એક માસની મુદ્દત માંગી હતી. મુદ્દત પૂર્ણ થયા બાદ જયસુખે પોતાનું વચન તો પાળ્યું જ નહી પરંતુ આ એક માસમાં જયસુખે ૧૦૦૦ ભેંસ અને બે ડેરી પર પ૦ - પ૦ લાખનું ધિરાણ મેળવ્યું હતું. જે નાણા પણ કયા ચાઉં થઈ ગયા તેનો કોઈ હિ‌સાબ નથી.

જયસુખે ખોટી પોલીસ ફરિયાદ પણ કરાવડાવી હતી
ગોપાલક ડેરીની ચેરમેન કમિટીએ લોકોના નાણા પરત મળે તેવી ભાવનાથી આ ડેરીને પુન: ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જયસુખે ચેરમેન કમિટીના ચાર સભ્યોનું મોરલ ડાઉન કરવા અને તેઓને હેરાન પરેશાન કરવા માટે તેઓ પર ડેરીની મશીનરી ચોરી હોવાનો, ગાયનું છાણ અને પતરા વેચી માર્યા હોવાનો આક્ષેપ લગાવી ખોટા પોલીસ કેસ દાખલ કરાવ્યા હતા. જો કે, બાદમાં પોલીસે તપાસ કરતા તમામ વસ્તુઓ જે તે સ્થળ પર જ હોવાનું જણાતા ફરિયાદ રદ્દ કરી હતી.