ગાંધીજીના અધૂરા કામો પુરા કરવા છે,કહિને લોકોને કરોડો ચૂનો ચોટાડ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગોપાલક ડેરીના એમડી પોતાને ગાંધીજીનો અવતાર ગણાવતા હતા
- પોતાની છબીને પ્રતિષ્ઠીત બનાવવા માટે ગાંધીજીના અધૂરા કામો કરવા માટે જન્મ લીધો હોવાનું જણાવતા હતા
- રાજકોટની ખાનગી બેંકમાં પણ નોકરી કરતી વેળા જયસુખે સોનાના દાગીનામાં ગોટાળા કર્યા હતા


ગોપાલક ડેરીના એમડી જયસુખ અઘેરાના કૌભાંડ બાદ તેના ભૂતકાળની તપાસ કરતા તે પણ ખરડાયેલો હોવાનું જાણવા મળે છે. અગાઉ રાજકોટ ખાતેની એક ખાનગી બેંકમાં ઉચ્ચ હોદ્દા પર હતા ત્યારે પણ સોનાના દાગીનામાં ગોટાળા કર્યા હતા. બાદમાં પોતાની છબી સુધારવા માટે અને લોકોને વિશ્વાસ અપાવવા માટે દાન-પુણ્યનો મહિ‌મા સમજાવી પોતાને મહાત્મા ગાંધીજીના અધૂરા કામો કરવા માટે જન્મયા હોવાનું જણાવી વિશ્વાસમાં લીધા હતા.
ગોપાલક ડેરીના એમડી જયસુખ અઘેરાએ રાતોરાત કરોડ પતિ બની જવાની ઘેલછામાં આયોજન બધ્ધ કાવતરૂ ઘડયું હોવાનું બહાર આવી રહ્યું છે.

જેના માટે તેમણે સૌ પ્રથમ પોતાની ઈમેજને મહાત્માઓની ઈમેજ સાથે સરખાવવાનો પ્રયાસ કર્યો હતો. જયસુખની ઠગાઈનો ભોગ બનેલા રોકાણકારોએ જણાવ્યું કે, જયસુખ અઘેરા કરોડો રૂપિયાનું ભોપાળું કરી ફરાર થઈ ગયો ત્યાર બાદ તેના ભૂતકાળની તપાસ કરતા એવું જાણવા મળ્યું કે, જયસુખ અગાઉ રાજકોટની એક ખાનગી બેંકમાં ઉચ્ચ હોદ્દા પર હતા ત્યારે બેંકના કસ્ટમરોએ લોકરમાં જે દાગીના મુકયા હતા તે દાગીનામાં પણ જયસુખે ગોલમાલ કરી રોકડી કરી લીધી હતી.

વધુ વિગત વાંચવા માટે આગળ ક્લિક કરો.....