• Gujarati News
  • General Meeting Of The Year, With The Fall In Sales Khadi Rs .73.19 Lakh

ગ્રામોધ્યોગની સાધારણ સભામાં વર્ષમાં ખાદીનુ રૂ.૭૩.૧૯ લાખનું વેચાણ રજુ કરાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

૫૫ વર્ષ અગાઉ સ્થપાયેલી વલસાડ તાલુકા ખાદી અને ગ્રામોધ્યોગ સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભામાં ખાદીનું વેચાણ વધી રહ્યું હોવાનો અને નફો થયો હોવાનો અહેવાલ રજુ કરાયો હતો. આ સાથે નવા હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી હતી.વલસાડ તાલુકા ખાદી અને ગ્રામોધ્યોગ સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા મંડળીના પ્રમુખ વિનોદચંદ્ર એમ.દેસાઈના અધ્યક્ષ સ્થાને મગનકાકા હોલમાં મળી હતી. મંડળીના મેનેજર મનુભાઈ ઠાકોરે એજન્ડા મુજબના કામો હાથ ધરી જણાવ્યું હતુ કે, વર્ષ દરમ્યાન મંડળીએ ખાદી ગ્રામ ઉદ્યોગ તથા અન્ય ચીજોનું કુલ રૂ.૭૩,૧૯,૬૫૨નું વેચાણ કરી વિવિધ ખર્ચ અને જોગવાઈ બાદ કરતાં મંડળીએ રૂ.૬૩,૧૧૩નો નફો કર્યો છે. મંડળીએ વર્ષ ૨૦૧૨-૧૩માં શુધ્ધ ખાદીનું રૂ.૩૩,૨૫,૧૫૬નું અને રેશમ ખાદીનું રૂ.૧,૮૪,૮૩૨નું વેચાણ કર્યું છે. જેને હોદ્દેદારોએ બિરદાવ્યું હતું. મંડળીના પ્રમુખ વિનોદભાઈ દેસાઈએ જણાવ્યું કે, ખાદીની દરેક વસ્તુંનું વેચાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. જેને પગલે નફો થયો છે. યુવા વર્ગમાં ખાદી વધુને વધુ લોક પ્રિય બની રહી છે. મંડળીના નવા મકાન માટે તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જુના મહાનુભાવો તેમજ યુવા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ માનદ્ મંત્રી ભીખુભાઈ દેસાઈએ કરી હતી.