વાપીની કંપનીએ લોન ન ભરતા લેવાયું પગલું, ગારનેટ પેપર મિલ બેંકે કરી સિલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- વાપીની કંપનીએ લીધેલી ૧૯ કરોડની લોન ભરપાઇ નહીં થતા લેવાયેલું પગલું
- કંપની સંચાલકોને ગંધ આવી જતા અઠવાડિયા અગાઉ જ પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યો હતો

વાપી જીઆઇડીસી સ્થિત સેકન્ડ ફેઝમાં આવેલી ગારનેટ સ્પેશિયાલિટી પેપર મીલને મંગળવારે વાપીની બેંક ઓફ બરોડા શાખા દ્વારા સીલ મારવાની કામગીરી કરતા ઉદ્યોગ જગતમાં ચકચાર મચી જવા પામી છે. મિલે વર્ષો અગાઉ પ્લાનના એકસપાન્સન માટે લીધેલી લોનની ૧૯ કરોડથી વધુ રકમ ભરપાઇ કરી ન શકાતા બેંક દ્વારા જીઆઇડીસી પોલીસના બદોબસ્ત વચ્ચે મિલને સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી.
એક્સપોર્ટ કર્વાલિટીના પેપર અને ક્રાફ્ટ પેપરનું ઉત્પાદન કરતી વાપી સેકન્ડ ફેઝ જીઆઇડીસીમાં આવેલી ગારનેટ સ્પેશિયાલિટી પેપર મિલ થોડા સમય અગાઉ વાપી જીઆઇડીસીમાં આવેલી બેંક ઓફ બરોડામાંથી ઉદ્યોગના વિકાસ અર્થે લોન લીધી હતી. જો કે, કોઇક કારણોસર પેપરમિલના સંચાલકો બેંકની લોન ભરપાઇ કરી શકવામાં અસમર્થ રહ્યા હતા. આખરે બેંક દ્વારા વારેઘડીએ પેપરમિલને નોટિસ પાઠવ્યા બાદ મંગળવારે બેંકના તમામ અધિકારીનો સ્ટાફ પોલીસ કાફલા સાથે પેપરમિલ ઉપર પહોંચી ગયો હતો.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...