તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલવાસનાં ખાનવેલ નજીક બસ પલટી મારતા ચારને ઇજા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાનહ સ્થિત ખાનવેલ નજીક આવેલા રૂદાના પાસે મહારાષ્ટ્ર સ્ટેટની મુસાફરો ભરેલી એસટી બસ પલટી મારી જતાં ચાર મુસાફરોને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સેલવાસની વિનોબા ભાવે અને ખાનવેલની હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડાયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઇ મોટી જાનહાનિ થઇ ન હતી. દાનહમાં શુક્રવાર એક મોટી દુર્ઘટના થતા રહી હતી. શિરડીથી ૪પ મુસાફરોને લઇને મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ દાનહ આવી રહી હતી. ત્યારે ખાનવેલ સ્થિત રૂદાના મોડ પર અચાનક ચાલકે કાબૂ ગુમાવતા એસટી બસ ઝાડ સાથે અથડાતા પલટી મારી ગઇ હતી. બનાવને લઇને આજુબાજુના વિસ્તારના લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા.

આ ઘટનામાં રખોલીના રહેવાસી દુર્ગાનન્દ ઝા નામના વ્યક્તિને પગમાં ફેંકચર થતાં સેલવાસની વિનોબા હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડાયા હતા. અકસ્માતમાં નરોલીના સુરેશ આર્યન, બસના ચાલક ભીમરાવ ધનસિંહ મહલુ, બસના ક્લીનર સંતોષ ચિંતામણી અને રખોલીના રહેવાસી જયવંતી અનિલ લાંગે નાની મોટી ઇજા થતાં સારવારઅર્થે ખાનવેલની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં ખાનવેલ ખાતે એસડીએમ કે.એસ.મીણા સ્થળ ઉપર દોડી આવ્યા હતા.