ચાર CBSE સ્કૂલનું સાયન્સ-કોમર્સનું પરિણામ 100%

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સાયન્સ-કોમર્સ બંનેમાં વિદ્યાર્થિ‌નીઓ આગળ
- ટોપ-૩માં એક પણ વિદ્યાર્થી નહીં
- ૧૨-કોમર્સમાં દ્વિતીય ક્રમે બે વિદ્યાર્થીઓ
- સાયન્સની ટોપર્સને ૧૦૦ ટકા માટે માત્ર ૯ ગુણ ઘટયા
- વલસાડ સરસ્વતી સ્કૂલનું ૧૦૦ ટકા પરિણામ
- દાનહની લાયન્સ સ્કૂલનું ૧૦૦ ટકા પરિણામ

વલસાડ જિલ્લાની સીબીએસઈ સ્કૂલોમાં સોમવારે પરિણામ બાદ ઠેર-ઠેર ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી. પરિણામમાં જિલ્લાની ચાર સ્કૂલની સાથે સંઘપ્રદેશ દમણ અને દાનહની બે સ્કૂલના ૧૦૦ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્યારે અન્ય સ્કૂલોમાં પણ ઊંચું પરિણામ આવતા વિદ્યાર્થી-વાલીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. પરિણામને લઈ વાલીઓ અને શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ માટે અભિનંદનની ઠેર-ઠેરથી વર્ષા શરૂ થઈ હતી.

વલસાડ જિલ્લામાં સાયન્સ અને કોમર્સમાં પારડીની વલ્લભઆશ્રમની વિદ્યાર્થિ‌નીઓએ મેદાન માર્યું હતું. જ્યારે જિલ્લા ટોપ-૩માં એક પણ વિદ્યાર્થી સ્થાન મેળવી શક્યો નહોતો. જો કે, સીબીએસઈના ધોરણ-૧૨ કોમર્સમાં બે વિદ્યાર્થિ‌નીઓને સરખાગુણ મળતા દ્વિતીય ક્રમ મળ્યો હતો. આ સાથે દમણ અને સેલવાસની સીબીએસઈ સ્કૂલમાં પણ ઊંચું પરિણામ આવ્યું હતું.

પરિણામની વધુ માહિતી અને વિગત વાંચવા આગળની તસવીર જુઓ