રાજપુરી જંગલમાં મહિલાની ફાંસો ખાધેલી લાશ મળી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મહિલાએ આત્મહત્યા કે હત્યા તે અંગેની સઘન તપાસ એફએસએલની ટીમ દ્વારા કર્યા બાદ માલૂમ પડશે

ધરમપુરના રાજપુરી જંગલ ખાતે હટવાડા ફિળયાના ડુંગરી ઉપર ઉમરાના ઝાડની ડાળી સાથે મંગળવારે સવારે ૭ વાગ્યે અજાણી મહિલાની કાપડના દુપટ્ટા વડે ફાંસો ખાધેલી લગાવેલી લાશ મળી આવતા ચકચાર મચી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્તમાહિતી અનુસાર ધરમપુરના રાજપુરી જંગલ ખાતે રમણભાઇ બાબજીભાઇ કુંવરે હટવાડા ફિળયા ડુંગરી ઉપર એક અજાણી મહિલાની લાશ જોતા રાજપુરી જંગલના ગ્રામજનો ભેગા થઇ ગયા હતા. અને આ ઘટનાની જાણ ગામના સરપંચ આનંદભાઇ બુધિયાભાઇ ગાંવિતે ધરમપુર પોલીસ મથકે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી.

જેમાં મરનાર અજાણી મહિલા આશરે ૫૦ વર્ષની હોય મહિલાએ ઉમરાના ઝાડની ડાળી ઉપર કપડાના દુપટ્ટા વડે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. મહિલા શરીરે મજબૂત બાંધાની, રંગે શ્યામ વર્ણની, શરીરે સફેદ ટપકાવાળી સાડી તથા પીળા કલરનું બ્લાઉઝ પહેયું હતું. વધુ તપાસ એએસઆઇ સન્તુભાઇ સૂરજીભાઇ કરી રહ્યા છે. ઉપરોકત મહિલાના વાલીવારસોએ નોંધ લઇ ધરમપુર પોલીસ મથકનો સંપર્ક કરવો.