છીરી ખાતે કારમાં આવેલા પાંચ ઇસમોએ કર્યું ફાયરિંગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- છીરી ખાતે કારમાં આવેલા પાંચ ઇસમોએ કર્યું ફાયરિંગ
- ફાયરિંગમાં હોમગાર્ડનો ચમત્કારિક બચાવ
- કોચરવાના બુટલેગર અથવા અંગત અદાવતમાં જીવલેણ હુમલો કર્યાની આશંકા


વાપી નજીકના છીરીગામે ગાલા મસાલા વિસ્તારના જીઆઇડીસીમાં રવિવારે સાંજે કારમાં આવેલા પાંચ અજાણ્યા ઇસમોએ હોમગાર્ડ જવાનની બાઇક આંતરીને ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. હોમ ગાર્ડ ઉપર ફાયરિંગની ઘટનાના પગલે સમગ્ર પોલીસ અધિકારી દોડતી થઇ ગઇ હતી. ફાયરિંગમાં હોમગાર્ડનો બચાવ થયો હતો. ઉદ્યોગ નગર પોલીસે ગુનો નોંધી નિવેદનના આધારે આરોપીની ઓળખ અને ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

વાપીના કોચરવાગામે રહેતા અને ટાઉન પોલીસ સ્ટેશનમાં હોમ ગાર્ડ તરીકે ફરજ બજાવતા વિપુલ શૈલેષ માહ્યાવંશી રવિવારે સાંજે પોતાની ફરજ પુરી કરીને બાઇક ઉપર પોતાના ઘર તરફ જઇ રહ્યો હતો ત્યારે છીરી ગાલા સ્થિત જીઆઇડીસી વિસ્તારમાં એક કારમાં આવેલા પાંચ જેટલા ઇસમોએ તેમની બાઇકને આંતરી ઊભી રાખી હતી.કારમાં સવાર એક ઇસમે પોલીસને બાતમી આપતો હોવાનું કહીને પોતાની પાસે રાખેલા રિવોલ્વરથી તેમની કાન પટ્ટી ઉપર રાખીને ફાયરિંગ કરી દીધું હતું.

વધુ વિગત વાંચવા માટે ફોટા પર ક્લિક કરો.....