અબ્રામા વોટર વર્કસ ડેમ સંકુલમાં આગ ફાટી નીકળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- અબ્રામા વોટર વર્કસ ડેમ સંકુલમાં આગ ફાટી નીકળી
- ડેમમાં સંગ્રહ કરાયેલા પાઈપને નુકશાન પહોંચ્યું
- વીજતારમાંથી તણખાં ઝરતા આગ લાગી હોવાનું અનુમાન


વલસાડના અબ્રામા વોટર વર્કસ ડેમના સંકુલમાં આવેલા અવાવરા વિસ્તારમાં વીજ તારમાંથી તણખાં ઝરતા આગ ફાટી નીકળી હતી. જેને પગલે નજીકમાં જ મુકેલા પાલિકાના પીવાના પાણીના પાઈપને નુકશાન થયું હતું.

પ્રાપ્ત વિગત મુજબ, વલસાડના અબ્રામા ખાતે વોટર વર્કસ ડેમના સંકુલમાં પ્રવેશ દ્વાર પાસે જ ઝાડી જંગલ વાળા વિસ્તારમાંથી પસાર થતી વીજ કંપનીની લાઈનમાં સ્પાર્ક થતા તણખાં ઝર્યા હતા. જેને પગલે રવિવારે બપોરે ૧:૩૦ કલાકે આગ ફાટી નીકળતા વોટર વર્કસ ડેમના કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી.

આગના ગોટેગોટા ઉડતા વિકરાળ આગ ફાટી નીકળી હોવાનું લોકોને જણાતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બાદમાં આ અંગે પાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર પહોંચી આવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આગની ઘટનાને પગલે નજીકમાં મુકવામાં આવેલા પીવાના પાણીના પાઈપને નુકશાન પહોંચ્યું હતું. વોટર વર્કસ કંપાઉન્ડમાં ભભૂકી ઉઠેલી આગના પગલે નજીકના રહીશો દોડી આવ્યા હતા.