મહિ‌લા ધારાશાસ્ત્રીને હેરાન કરનાર ભંગારના વેપારી સામે ગુનો દાખલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મહિ‌લા ધારાશાસ્ત્રીને હેરાન કરનાર ભંગારના વેપારી સામે ગુનો દાખલ
- નશાની હાલતમાં લોખંડનો સળિયો લઈ મારી નાંખવા પણ ધસી આવ્યો હતો
- વેપારી અગાઉ હત્યાના ગુનામાં પણ સામેલ હતો


વલસાડના પારનેરા ખાતે રહેતા મહિ‌લા એડવોકેટને ઘર ખાલી કરવા માટે હેરાન પરેશાન કરી જાનથી મારી નાંખવાનો પ્રયાસ કરનાર ભંગારના વેપારી સામે વકીલે રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વલસાડના પારનેરા ને.હા.નં.૮ ઉપર રહેતા એડવોકેટ માહરૂખ જાલ તાડીવાલાની પડોશમાં ભંગારનો ધંધો કરનાર સિરાઝ સૈયદે તેમનું ઘર પડાવી લેવું હોવાથી બદઈરાદે માહરૂખબેનને છેલ્લા દોઢ વર્ષથી હેરાન પરેશાન કરતો આવ્યો છે.

તેઓ ઘરની બહાર નીકળે ત્યારે રસ્તા ઉપર પર ગાળો બોલી પજવતો હતો. બાદમાં તા. ૪ માર્ચના રોજ ગેટની સામે ભંગારનો સામાન સિરાઝે મુકયો હોવાથી માહરૂખબેનની ગાડી નીકળી શકે તેમ ન હોવાથી તેમણે સામાન ખસેડવા માટે વિનંતી કરી હતી પરંતુ સિરાઝ એક નો બે થયો ન હતો. બાદમાં મહિ‌લા એ રિક્ષામાં ર્કોટમાં જવું પડયું હતું.

ત્યારબાદ સાંજે ઘરે આવ્યા ત્યારે કંપાઉન્ડમાં અને ગેટની પાસે બિયરની કાચની બોટલો ફેંકી હતી. રાત્રિના સમયે માહરૂખબેન ઘરમાં એકલા હતા ત્યારે સિરાઝે પોતે અને તેના માણસો દ્વારા ઘર પર પથ્થરમારો પણ કરાવ્યો હતો. બાદમાં કાર પસાર થવાની હોય ત્યારે ખીલીઓ તેમજ ધારદાર વસ્તુ નાંખી ટાયરમાં પંકચર પાડી હેરાન કરતો આવ્યો હતો. બાદમાં નશાની હાલતમાં લોખંડનો સળિયો લઈ ધસી આવી મારી નાંખવાનો પણ પ્રયાસ કર્યો હતો.