કચેરીના વિભાજનના કારણે દાખલા મેળવવામાં વિદ્યાર્થીઓને રાહત રહેશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કચેરીના વિભાજનના કારણે દાખલા મેળવવામાં વિદ્યાર્થીઓને રાહત રહેશે
- આ વખતે વાપી અને પારડી એમ બંને મામલતદાર કચેરીમાં વિદ્યાર્થીઓને દાખલા આપવામાં આવી રહ્યા છે
- ધોરણ ૧૨ સાયન્સના પરિણામ બાદ વિદ્યાર્થીઓનો ધસારો થોડો વધ્યો
ગુજરાત ર્બોડ દ્વારા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતાં જ વલસાડ જિલ્લાની મામલતદાર કચેરીમાં દાખલા મેળવવા વિદ્યાર્થીઓનો ઘસારો વધ્યો છે. આ વખતે વાપી અને પારડીના વિદ્યાર્થીઓને સરળતાથી દાખલા મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે,વાપી અને પારડી એમ બંને કચેરીમાં ગામોના વિભાજન મુજબ વિદ્યાર્થીઓને દાખલા કાઢી આપવામાં આવી રહયા છે,જેના કારણે આ વખતે વિદ્યાર્થી‍ઓને જાતિ અને આવકના દાખલા મેળવવા નવ નેઝા પડશે નહીં એવું લાગી રહયું છે.

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ હવે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ ૧૦નું પરિણામ જાહેર થવાનું છે, પરિણામ જાહેર થતાં જન સેવા કેન્દ્રોમાં દાખલા મેળવવા વિદ્યાર્થીઓની લાંબી કતારો લાગશે. અમુક વિદ્યાર્થીઓએ અગાઉથી દાખલા મેળવવાનું આયોજન કર્યુ હતું. પારડી મામલતદાર કચેરીમાં દર વર્ષે જાતિના અને આવકના દાખલા મેળવવા લાંબી કતારો લાગે છે,પરંતુ આ વખતે વાપી તાલુકાના વિદ્યાર્થીઓને વાપીની નવી મામલતદાર કચેરીમાં દાખલાઓ આપવામાં રહયા છે.
જેના કારણે પારડી મામલતદાર કચેરીમાં વિદ્યાર્થીઓનો ઘસારો પ્રમાણમાં ઓછો જોવા મળી રહયો છે. વાપી અને પારડી તાલુકાના વિભાજનના કારણે વિદ્યાર્થીઓને પણ દાખલા મેળવવામાં સરળતા સાંપડી રહી છે.

૨૦ દિવસથી દાખલા અપાય છે
વાપી તાલુકાના વિદ્યાર્થીઓને વાપી મામલતદાર કચેરી જનસેવામાં છેલ્લા ૨૦ દિવસથી દાખલા આપવામાં આવી રહયા છે, રોજના સરેરાશ, ૧૭પ થી ૨૦૦ની વચ્ચે દાખલાઓ આપવામાં આવી રહયા છે. વિદ્યાર્થીઓનો ઘસારો ઓછો થઇ રહયો છે.
આર.જે. ભાંભોર,મામલતદાર,વાપી