એન્જિનિયરીંગના ત્રીજા સેમેસ્ટરમાં નાપાસ થતા વિદ્યાર્થીએ ફાંસો ખાધો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીર - આપઘાત કરનાર યુવાન કવિ )

એન્જિનિયરીંગના ત્રીજા સેમેસ્ટરમાં નાપાસ થતા વિદ્યાર્થીએ ફાંસો ખાધો

વલસાડ: વલસાડના ટીવી રીલે કેન્દ્ર ખાતે રહેતા હર્ષદ મનુભાઈ પટેલ ચીખલીના સુથવાડ ગામની માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જયારે માતા તારાબેન વલસાડની સ્વ.ગુ.ના પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. તેમને સંતાનમાં ૨૩ વર્ષીય મોટી પુત્રી છે. જે હાલ નવસારી ખાતે નોકરી કરી રહી છે. જયારે નાનો ૨૧ વર્ષીય પુત્ર કવિ હાલ વાઘોડીયાની ખાતેની પારૂલ ઈન્સ્ટીટયુટમાં ડિપ્લોમા ઓટો મોબાઈલ્સમાં એન્જિનિયરીંગનો અભ્યાસ કરતો હતો.હાલમાં ત્રીજા સેમેસ્ટરના રિઝલ્ટમાં કવિ નાપાસ થતા તે થોડા દિવસો અગાઉ પોતાના ઘરે આવ્યો હતો. પરીક્ષામાં નાપાસ થવાથી કવિ સતત માનસિક તણાવમાં રહેતો હતો.

માતા-પિતા બંને નોકરી પર જતા ઘરે કવિ એકલો જ હતો. ડિપ્રેશનમાં આવી ગયેલા કવિએ હતાશ થઈ નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે અંગેની જાણ માતા-પિતાને થતા તેઓના પગ તળેથી ધરતી સરકી ગઈ હતી. એકના એક પુત્રના મોતને પગલે માતા-પિતાના હૈયાફાટ આક્રંદને પગલે શોકની કાલીમા પ્રસરી ગઈ હતી. બનાવ અંગે મધુસૂદનભાઈ કોળી પટેલ (રહે. સાંઈ નિકેતન સોસાયટી, હાલર રોડ, વલસાડ) એ સીટી પોલીસ મથકે જાણ કરતા પોલીસે સીઆરપીસી મુજબ બનાવની નોંધ કરી વધુ તપાસ પીએસઆઈ એમ.આઈ.ઝાલા કરી રહ્યા છે.
પિતાએ મોંઘો મોબાઈલ અને બે બાઈક પણ લઈ આપી હતી, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...