૭ હજાર ડાળીનું નિકંદન છતાં વાપીના ૩૪ ગામોમાં વીજળી ડૂલનો પ્રશ્ન યથાવત્

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ૩.પ૦ લાખની પ્રિમોન્સૂન કામગીરી કરવા છતાં આ વખતે ચોમાસમાં વાપી ગ્રામ્યમાં વીજ સમસ્યા યથાવત્ રહેશે
- સબ સ્ટેશનનો અભાવે વીજ ગ્રાહકોએ હાલાકી ભોગવવા સિવાય છૂટકો નથી

ત્રણ દિવસ પહેલા સામાન્ય વંટોળમાં વાપી ગ્રામ્ય વિસ્તારમાં પથી ૭ કલાક સુધી વીજળી ડૂલ થઇ ગઇ હતી. દર ચોમાસામાં પણ વાપી ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો અનિયમિત બને છે. આ વખતે વાપી ગ્રામ્ય વીજ કચેરી દ્વારા ચોમાસા પૂર્વે ૩૬ ગામમાંથી ૭ હજાર કરતાં વધારે ઝાડોની ડાળીઓ કાપવામાં આવી છે, ઉપરાંત નવા વાયરો અને વીજપોલ નાખવાની કામગીરી પણ હાથ ધરાઇ છે,પરંતુ ગામોની સંખ્યા સામે સબ સ્ટેશનો અને ફિડરોની સંખ્યા ઓછી હોવાથી વીજ પ્રશ્ન ઉકેલવવો મુશ્કેલ બન્યો છે. અનિયમિત વીજ પુરવઠાના કારણે ગ્રાહકોની હાલત કફોડી બની રહી છે. ૩.પ૦ લાખના ખર્ચે પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવા છતાં પણ ચોમાસામાં વીજ ગ્રાહકોને મુશ્કેલી પડશે.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...