પારડીના દરેક વોર્ડમાં 7 લાખના ગાર્ડન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( પારડીપાલિકા દ્વારા વિવિધ કાર્યો અંગે સભા યોજાઇ )

પારડીના દરેક વોર્ડમાં 7 લાખના ગાર્ડન

પારડી: પારડી પાલિકાની મંગળવારે મળેલી સામાન્ય સભામાં પાલિકામાં સફાઈ કામદારો અને ડ્રાઈવરની ભરતી અંગે દરખાસ્ત કરવાની ઝોન ફેરફારની અરજી માટે નવી ડી.પી આવ્યા બાદ નિર્ણય લેવાનો છે. નગર પાલિકામાં નવા વિસ્તારોનો સમાવેશના અભીપ્રાય તેમજ નગરના વિવિધ વોર્ડોમાં સાફ સફાઈ અને રસ્તા બનવવા તેમજ દરેક વોર્ડના કોમન પ્લોટમાં ચિલ્ડ્રન પાર્ક તેમજ ગાર્ડન બનાવવા જેવી વિવિધ દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે.મંગળવારે સવારે 11:30 કલાકે નગર પાલિકાના સભાખંડમાં પ્રમુખ શરદભાઈ મનુભાઈ દેસાઈના અધ્યક્ષ પણા હેઠળ સામાન્ય સભા મળી હતી. જેમાં એજન્ડા મુજબ કાર્યવાહી હાથ ધરતા પ્રથમ સદસ્યના રજાના રિપોર્ટ મંજૂર કરાયા હતા. જેમાં ગત સામાન્ય સભા, કારોબારી સભા તથા વિવિધ સમિતિની કાર્યવાહીને વાંચને લઇ બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ ત્રિમાસિક હિસાબને મંજૂરી આપવામાં
આવી હતી.

આ દરમિયાન પાલિકામાં ડ્રાઈવર અને સફાઈ કામદારના જગ્યા સામે કામદારોની 22 જેટલી જગ્યા ખાલી હોય તેમની ભરતી કરવા અંગે મંજૂરી મેળવવાની દરખાસ્ત કરાઈ આ સાથે ચીફ ઓફિસર જે. યુ.વસાવા એ જણાવ્યું હતું કે, નવેમ્બર માસથી જીયુડીસી દ્વારા સમગ્ર નગરમાં ભૂગર્ભ ગટર યોજનાની કાર્યવાહી શરૂ થઇ જશે.અધ્યક્ષ સ્થાનેથી રજૂ થતા કામોમાં યુડીપી હેઠળ આવેલી 3 કરોડની ગ્રાંટમાંથી અદ્યતન 750 માણસોની કેપીસીટી વાળોએ સી હોલ ,સ્પોર્ટ કોમ્પલેક્ષ ,વગેરે બનાવના કામો ની ચર્ચ ઓ હાથ ધરાઈ આ ઉપરાંત દરેક વોર્ડ માં રૂ 7 લાખ ના ખર્ચે કોમન પ્લોટ માં ચીલ્ડ્રન પાર્ક ,ગાર્ડન બનાવવાનું નક્કી કરાયું ,વોર્ડ 8અને 9 માં 10 લાખના ખર્ચે રસ્તા બનાવવાનું નક્કી કરાયું હતું.

આ ઉપરાંત એક ખુબજ અગત્યની જાહેરાત કરતા પાલિકા ચીફ ઓફિસર જે યુ વસાવા જણાવ્યું હતું કે હવે થી મનોરંજન કર મામલતદારને બદલે પાલિકા ઉઘરાવશે ,જે થકી પાલિકાની આવક વધશે ,આ ઉપરાંત સામાન્ય સભા માં દરેક વોર્ડ માં સ્વચ્છતા ,ટ્રાફિકને અડચણ રૂપ લારી ગલ્લા હટાવવા જેવા વિવિધ પ્રશ્નો પર ચર્ચા વિચારના હાથ ધરાઈ હતી.આ સામન્ય સભામાં કારોબારી અધ્યક્ષ કેતન પ્રજાપતિ બાંધકામ અધ્યક્ષ નીલેશ પટેલ ,અલીઅંસારી ,રોનક મોડી ,સુમિત્રાબેન વગેરે સદસ્યો ઉપસ્તિથ રહ્યા હતા અને શાંતિમય વાતાવરણમાં સામાન્ય સભા સંપન્ન થઇ હતી.
બાલદા, કોટલાવ અને ઉમરસાડી હાલ પાલિકામાં નહીં
ઝોન ફેરફાર અંગે આવેલી અરજી ઓની ચર્ચા વિચારણા દરમિયાન આ અંગે નવી ડી.પીનો નકશો આવે ત્યારબાદ જ ઝોન ફેરફાર કરવાની નક્કી કરવામાં આવ્યું હતું. આ અંગે આરજદારને કાગળ લખી જાણ કરવાનું પાલિકા પ્રમુખ શરદભાઈએ જણાવ્યું હતું નગર પાલિકામાં નજીકના ગામો બાલદા, કોટલાવ, ઉમરસાડી જેવા વિસ્તારોનો સમાવેશના એજન્ડાની ચર્ચા વિચારના હાથ ધરતા સામાન્ય સભા એ હાલમાં પારડી વિસ્તારમાં નવા વિસ્તારોનો સમાવેશ ઉતાવડ્યું હોવાનું જણાવી પ્રથમ પાલિકામાં સમવિષ્ટ વિસ્તારો ડેવલોપ કરવાનું અને ત્યારબાદ વિચારણા કરવાનું નક્કી કરાયું છે.

ટ્રાફિકનો મુદ્દો ગાજયો
દેવેનભાઈ શાહે પારડી નગરમાં વધતી માથાના દુ:ખાવા સમાન ટ્રાફિક સમસ્યા અંગે સભામાં હાજર સદસ્યો સખ્ત શબ્દોમાં સભળાવી ટીકા કરી ટ્રાફિક માટે સમસ્યા હલ કરવા લારી ગલ્લા ને હટાવવા માટે માંગ કરી હતી અને જેની સામે પાલિકા પ્રમુખેસભામાં હાજર સદસ્યોની સંમતી લઇ દિવાળીના તહેવાર હોય જેથી ટ્રાફિકને અડચણ રૂપ લારી ગલ્લા હટાવવા પોલીસ સાથે અભિયાન હાથ ધરવામાં આવશે.