તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડમાં ગંદકીનો ઉકરડો- પાણીનો ભરાવો સમસ્યારૂપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પ્રથમ વરસાદના કારણે જાહેર માર્ગ પર પડેલા કચરાના કારણે ગંદકીનું સામ્રાજય ફેલાયું, રોગચાળો ફાટી નિકળવાની દેહશત

વલસાડના ધોબીતળાવ, ગાયત્રી મંદિર વિસ્તાર, દેરા ફળિયા, લુહાર ટેકરા, કેરી મારકેટ અને સ્ટેશનરોડ વિસ્તારના વિકાસનું મોન્સૂન ઓડિટ '’ દ્વારા તજજ્ઞોની સાથે રાખી કરાયું હતું

દિવ્યભાસ્કરનાં મોન્સૂન ઓડિટમાં વલસાડનાં ર્વોડ નં.પ અને ર્વોડ નં.૬નો વિસ્તાર ગંદવાડથી ખદબદી રહેલો જોવા મળ્યો છે. આ વિસ્તારમાં અસહ્ય ગંદકીથી તીવ્ર દુગ્ર્‍ાંધથી લોકો ત્રાહિ‌મામ છે. જે વિસ્તારોમાં ગંદુ પાણી વહે છે ત્યાં કાદવકીચડ અને માખીનો ગણગણાટ, કૂતરાં, ડુક્કર અને ઢોરોનો જમેલો છે.

ભાસ્કરે શું જોયું ?
ધોબીતળાવ ગંદકીનું એપી સેન્ટર હોય તેવી સ્થિતિ છે. અહીં હકડેઠઠ રહેઠાણો અને ભરચક વસતિ હોવાં છતાં સાફસફાઇની નક્કર કાર્યવાહી જોવા મળી નથી. આ િવસ્તારનાં વનવિભાગનાં ખાલી ક્ર્વોટસ તરફ જતો માર્ગ ગંદકીથી ખદબદી રહ્યો છે. સામે ઘોબીઘાટ તરફની દિશાએથી રોડ પર સતત ગંદુ પાણી રોડ પ ર વહેતાં રોડ ભીનો રહેતાં કાદવનાં થર જામેલા છે. રોડની બંન્ને બાજૂ કાદવનાં ઢગલાં અને ખુલ્લી ગટરમાં ગંદુ પાણી બંધિયાર સ્થિતિમાં જોવા મળ્યું છે. જેમાં મચ્છરોની ઉત્પત્તિ જોવા મળી છે.

અહીં જંતુનાશક દવાનો સતત છંટકાવ કરવો અત્યંત આવશ્યક છે. સામેનાં રોડ પરથી આવતું પાણી બંધ કરવું જોઇએ. ધોબીઘાટ તરફની દિશાએથી નીકળતાં પાણીનાં નિકાલની વ્યવસ્થા કરે તો રોડ સૂકો રહેશે. તજજ્ઞોની ટીમ

ભાસ્કરે શું જોયું ?
લુહાર ટેકરાનાં છેવાડે પારસી વાડ પાસે એપાર્ટમેન્ટોથી ભરચક લત્તામાંથી પસાર થતો રોડ ખખડધજ થતાં પાણીનો ભરાવો થયો છે. પ્રતીક અપાર્ટમેન્ટ અને કૌસ્તુભ કોમ્પલેક્સની વચ્ચેથી જતાં રોડ ઉપર વપરાશી પાણી બારેમાસ વહે છે. પરિણામે મચ્છરોથી રહીશો પરેશાન છે. આ રોડ ઉપર નજીકની એક વાડીમાંથી રસોડાનાં વપરાશી પાણીનો ભરાવો પણ થાય છે તેવી સ્થાનિકોની ફરિયાદ છે. રોડ વચ્ચે લોખંડનું ચેમ્બર ઉપસી આવ્યું છે જે અકસ્માત નોંતરે તેમ છે.

પેવર બ્લોક જ્યાં ઉખડી ગયાં છે ત્યાં નવા પેવર બેસાડવા જોઇએ. વાડીનાં પાણીનાં નિકાલની વ્યવસ્થા કરી કાયમી સમસ્યા દૂર કરવી જરૂરી છે. રોડની વચ્ચે ડ્રેનેજ ચેમ્બર સપાટીથી ઉપર તરફ ઉપસી આવ્યું છે તેને રોડની સમતોલ કરવુ પડે તેમ છે.
તજજ્ઞોની ટીમ

ભાસ્કરે શું જોયું ?
શહેરની કેરી મારકેટમાં ભયંકર ગંદવાડ જોવા મળ્યું છે. આખી મારકેટ કાદવકિચડ અને કચરાથી ખદબદી રહી છે. નાક ફાડી નાંખે તેવી ગંદકીનાં ઢગલાં પડયાં છે. સડી ગયેલી કેરીનાં ઢગ જોવા મળે છે. જ્યાં જુઓ ત્યાં ગંદવાડ છે. ઘાસનાં પૂડા રસ્તા પર કાદવકિચડમાં સડી ગયાં છે. ખાબોચિયાં ગંદા પાણીથી ભરાયાં છે. મારકેટમાં આવનારા ચાલી પણ ન શકે તેવી દારૂણ સ્થિતિ છે.

કચરો નિયમિત ઉઠાવવામાં ન આવતાં કેરી મારકેટમાં આ પરિસ્થિતિ સર્જા‍ઇ છે. જેથી પાલિકાનાં ટ્રેકટરોમાં આ કચરો નિયમિત સાફ કરવાની કાળજી લેવી જોઇએ. કાદવકીચડ દૂર કરવા અને સડી ગયેલી કેરીનો જથ્થો તાકીદે હટાવી દેવો જોઇએ નહિ‌તર તેમાં જંતુ પડી જશે.તજજ્ઞોની ટીમ

- સ્ટેશન રોડની ખુલ્લી ગટર નર્કાગાર


વલસાડ રેલવે સ્ટેશન જતાં રોડ ઉપર માનસરોવર નજીકથી વહેતી ખુલ્લી ગટરમાં ભારે ગંદવાડ જોવા મળે છે. સડેલાં કાદવનો ભરાવો થયો છે. આ ગટરની આસપાસ ઝાડી ઝાખરાં ઉગી નીકળ્યાં છે. આ ગટરમાં ગંદુ પાણી વહેતાં ભારે દુગ્ર્‍ાંધ નીકળે છે. આ ગટરનાં કિનારે હોટલો અને આગળ જતાં એસટી ડેપો તથા કાપડિયા ચાલ વિસ્તારનાં એપાર્ટમેન્ટો અને મકાનો આવેલાં છે. ખુલ્લી ગટર મચ્છરોનું ઉત્પત્તિ સ્થાન બની ગઇ છે.

સીધી વાત: ગટરને બંધ કરવા માટે વધુ ખર્ચ થઇ શકે છે

દિવ્યભાસ્કરે ઇજનેર હિ‌તેશ પટેલ સાથે કરી સીધી વાત

શહેરની ખુલ્લી ગટરોમાંથી ગંદવાડ અને કાદવકીચડ કેમ દૂર કરાતું નથી?
જેસીબીથી આ સફાઇ કરવી પડે તેમ છે. જે દૂર કરવા બાંધકામ વિભાગને સૂચના અપાઇ છે.
કાયમી ધોરણે ગટરને બંધ કરવા કેમ કોઇ આયોજન થતું નથી?
આ ગટરને બંધ કરવા માટે ખર્ચ વધુ થવાની શક્યતા છે. કારણ કે તે મોગરાવાડી ગરનાળા સુધી લંબાઇ ધરાવે છે. નીતિ વિષયક પ્રશ્ન હોવાથી તે અંગે નિર્ણય લેવા વહીવટી તંત્ર સાથે પરામર્શ કરાશે.
ગંદા વિસ્તારોમા સફાઇ અન જંતુનાશક દવાનો છંટકાવ થતો નથી?
પાલિકાનાં આરોગ્ય તંત્ર દ્વારા હાલે તબક્કાવાર સફાઇ કામગીરી યુધ્ધનાં ધોરણે ચાલી રહી છે. તમામ વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવાનું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા થયું છે.

હવે વલસાડમાં

દિવ્યભાસ્કર દ્વારા વલસાડના વિવિધ ર્વોડના વિસ્તારની જુદી જુદી સમસ્યાઓ પર વિશ્લેષણ કરવામાં આવશે. જેમાં વલસાડના વિવિધ વિસ્તારને આવરી લઇ ચોમાસામાં લોકોની પડતી ભારે હાલાકીનો વિસ્તૃત અહેવાલને આવરી લેવામાં આવશે.