વલસાડ છીપવાડમાં દારૂડીયા ચાલકે અકસ્માત સર્જી હોસ્પિટલ માથે લીધી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( અકસ્માત થયેલી મોટરસાયકલ અને હોસ્પિટલમાં સારવાર લઇ રહેલો યુવાન )
વલસાડ છીપવાડમાં દારૂડીયા ચાલકે અકસ્માત સર્જી હોસ્પિટલ માથે લીધી
ટ્રાફિક જામ હોવા છતાં બેફામ બાઈક હંકારી ટ્રક સાથે અકસ્માત સર્જયો હતો

વલસાડ: વલસાડના ચીખલા કોળીવાડ ખાતે રહેતો ભર ટ્રાફિકમાં પણ દારૂના નશામાં ધૂત થઈ મોટરસાયકલ હંકારી પસાર થતા ઉભેલી ટ્રકમાં બાઈક ભટકાવી અકસ્માત સર્જયો હતો. જેમાં તેને ઈજા થતા કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલમાં પણ દારૂના નશામાં ધૂત થઈ સ્ટાફ સાથે પણ તોફાને ચઢયો હતો.વલસાડના ચીખલા ગામમાં કોળીવાડ ખાતે રહેતા 28 વર્ષીય હિરેન સુમનભાઈ પટેલ શનિવારે બપોરે પોતાની મોટરસાયકલ ઉપર લીલાપોર તરફથી વલસાડ શહેરમાં આવી રહ્યો હતો ત્યારે છીપવાડના પેટ્રોલ પંપ પાસે ટ્રાફિક જામ હોવા છતાં હિરેન દારૂના નશામાં પૂરપાટ ઝડપે અને બેફીકરાઈથી હંકારી પોતાનો તથા અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મુકી પસાર થઈ રહ્યો હતો.

છેવટે આગળ ઉભી રહેલી એક ટ્રકમાં ધડાકાભેર ભટકાતા અકસ્માત સર્જાયો હતો. હિરેનને સારવારઅર્થે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયાં સારવાર કરનાર સ્ટાફ સાથે પણ એલફેલ શબ્દો ઉચ્ચારી લવારા કરવા માંડયો હતો. જેને પગલે ઈમરજન્સી વિભાગમાં સ્ટાફ તેમજ અન્ય દર્દીઓ પણ હેરાન પરેશાન થયા હતા.

આ અંગેની વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરતા જાઓ...