કાર ડિવાઈડર સાથે અથડાતા એકનું મોત,એક ગંભીર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહેનને સ્ટેશને મૂકી પરત ફરતા કાકા અને ભત્રીજીની કારને અકસ્માત
કાકાનું ઘટના સ્થળે જ મોત ભત્રીજીની હાલત ગંભીર બનતા સારવાર અર્થે સુરત ખસેડાઈ


વાપીથી કારમાં પોતાની બહેનને સોમવારે વહેલી સવારે ગુજરાત ક્વીન પર વલસાડ સ્ટેશને મૂકી વાપી પરત ફરતી વેળાએ પારડી હાઇવે પર રેમન્ડ કંપનીની સામે ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કાર ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું, જયારે તેમની ભત્રીજીને ગંભીર હાલતમાં સારવાર માટે સુરત ખસેડાઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર વાપી વંદધામ સોસાયટીમાં રહેતા જીતુભાઈ રમણભાઈ પટેલ (ઉવ ૪૨) તેમની બેન કીકીબેન સુરેન્દરકુમાર પટેલને સોમવારે મળસ્કે વલસાડ રેલ્વે સ્ટેશને ગુજરાત ક્વીન પર મુકવા માટે કાર નં.જીજે-૧પ-એડી-૩૮૯પમાં તેમની ભત્રીજી નિધી ધર્મેન્દ્ર પટેલ (ઉવ ૧૯)ને સાથે વલસાડ ગયા હતા.

બહેનને ક્વીનમાં બેસાડી કાકા અને ભત્રીજી વાપી પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન મળસ્કે ૪:૧પના સુમારે ને.હા.નંબર ૮ પર રેમન્ડ કંપની સામે આવેલા હાઇવે ક્રોસિંગ પર કાર ચાલક જીતુભાઈએ અચાનક સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ક્રોસિંગના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

વધુ વિગત વાંચવા માટે આગળ ક્લિક કરો.....