સ્નાન કરતી મહિ‌લાને જોઈ વિકૃત યુવાન આનંદ માણતો’તો ને...

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સરવૈયા નગરમાં રહેતી યુવતીને બાથરૂમમાં ન્હાતી વખતે જોવા જતા ઝડપી પાડી લોકોએ ફટકાર્યો
- પોલીસે છેડતીનો ગુનો નોંધી યુવાનની કરી ધરપકડ


વાપી ગીતા નગરમાં આવેલા સરવૈયા નગરમાં આવેલી બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફલોરમાં રહેતી મહિ‌લા ગુરુવારે સવારે બાથરૂમમાં સ્નાન કરી રહી હતી ત્યારે જ એક યુવાન બાથરૂમની બારીમાંથી તેને નિહાળી વિકૃત આનંદ લઇ રહ્યો હતો. જો કે, મહિ‌લાની નજર તેમની ઉપર પડતા ઘરના અન્ય સભ્યોને જાણ કરતા યુવાનને ઝડપી પાડવામાં આવ્યો હતો. સ્થાનિક રહીશોનું ટોળું બનાવના સ્થળે પહોંચીને યુવાનને માર મારીને ટાઉન પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. ટાઉન પોલીસે દુષ્કર્મના પ્રયાસમાં છેડતી કરી હોવાનો ગુનો નોંધી યુવાનની ધરપકડ કરી હતી.