વાપી રેલવે સ્ટેશન પર ગંદકીનું સામ્રાજ્ય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- એ ગ્રેડ ગણાતા રેલવે સ્ટેશન આગળ જ ગટર ઊભરાતા હજારો મુસાફરોએ ગંદકીમાંથી પસાર થવું પડે છે

એ ગ્રેડ ગણાતા વાપી રેલવે સ્ટેશન આગળ છેલ્લા સાત દિવસથી ગટર ઊભરાતા અતિશય ગંદકીનું સમ્રાજય ફેલાયું છે. જેના કારણે અહીંથી પસાર થતાં હજારો મુસાફરોએ ગંદકીમાંથી પસાર થવું પડે છે. મુસાફરો આ સમસ્યાથી ત્રસ્ત હોવા છતાં રેલવે વિભાગ દ્વારા કોઇ કામગીરી હાથ ધરાઇ નથી.

વાપી રેલવે સ્ટેશન પર સવારથી મોડી રાત્ર સુધી સતત મુસાફરોની અવર-જવર રહે છે. સંઘપ્રદેશ નજીક હોવાથી દરરોજ હજારો મુસાફરો અહીં આવે છે,પરંતુ રેલવે વિભાગ દ્વારા મુસાફરોને જે પ્રાથમિક સુવિધા મળવી જોઇએ તે પુરતા પ્રમાણમાં મળી રહી નથી, કારણ કે વાપી પશ્રિમ રેલવે સ્ટેશનમાં પ્રવેશ આગળ છેલ્લા સાત દિવસથી ગટર ઊભરાંતા અતિશય ગંદકી જોવા મળી રહી છે. ભારે દુગ્ર્‍ાંધના કારણે મુસાફરોએ મોં પર રૂમાલ મુકવાની ફરજ પડી પડી રહી છે. છેલ્લા સાતથી અહીંથી પસાર થતાં મુસાફરો ગંદકીના કારણે હાલાકી ભોગવી રહયા છે,આમ છતાં રેલવે વિભાગ દ્વારા સમસ્યા ઉકેલવવા કોઇ પ્રયાસો કરાયા નથી.

- કરોડોની આવક છતાં સુવિધા નહીં

વાપી રેલવે સ્ટેશનને દર મહિ‌ને કરોડોની આવક હોવા છતાં મુસાફરોને જે સુવિધા મળવી જોઇએ તે મળતી નથી. વાપી ઔઘોગિક વિસ્તાર હોવાથી તેનો લાભ વાપી રેલવે સ્ટેશને થઇ રહયો છે.