વાપીમાં ગંદકી ફેલાવનાર સામે ફોજદારી કયારે?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વાપીમાં ગંદકી ફેલાવનાર સામે ફોજદારી કયારે?
- વલસાડમાં ગુરૂવારે જાહેરમાર્ગ પર ગંદકીનો ઉપદ્રવ કરતાં ચાર બિલ્ડરો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી


વાપી પાલિકા દ્વારા સફાઇ કોન્ટ્રાકટ આપવા છતાં પણ સફાઇની ફરિયાદો ઊઠી રહી છે. પાલિકા વિસ્તારના મોટા ભાગના ર્વોડોમાં નિયમિત સફાઇ ન થતી હોવાની બૂમો ઊઠી રહી છે.શહેરના મુખ્ય માર્ગો પર પણ ઠેરઠેર કચરો જોવા મળી રહ્યો છે. ત્યારે ગતરોજ વલસાડમાં જાહેર માર્ગ પર થઇ રહેલી ગંદકી બાબતે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.ચાર જેટલા બિલ્ડરો સામે પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી,જેના કારણે ગંદકી કરતાં ઇસમોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો,પરંતુ વાપી શહેરના જાહેર માર્ગો પર ગંદકી હોવા છતાં પણ હજુ સુધી કોઇ કાર્યવાહી કરાઇ નથી.

જેને લઇ વાપી શહેરમાંથી સફાઇનો પ્રશ્ન દિન-પ્રતિદિન વકરી રહ્યો છે. વલસાડની જેમ વાપીમાં ગંદકી ફેલાવતા ઇસમો સામે કાર્યવાહી કરવાની માગ નગરજનોમાં ઊઠી રહી છે. જોકે વાપી શહેરમાં વાપી પાલિકાના આરોગ્ય વિભાગની નિષ્ક્રીયતાના કારણે સફાઇનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે. માત્ર સફાઇ કામદારોને નોટિશ અપાશે તેવું રટણ પાલિકાના પદાધિકારીઓ કરી રહ્યા છે.

મચ્છરોનો સતત ઉપદ્રવ છતાં કામગીરીમાં વિલંબ
છેલ્લા ૧પ દિવસમાં વાપી શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ સતત વદી રહયો છે, આમ છતાં વાપી પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ કે ગંદકી દૂર કરવાના કોઇ પ્રયાસો હાથ ધરાયા નથી. રાત્રી દરમિયાન નગરજનોની હાલત કફોડી બની રહી છે.

જવાબદારો સામે પોલીસ ફરિયાદ દાખલ થવી જોઇએ
વાપી નગરપાલિકાના આરોગ્ય વિભાગને રાજય સરકાર દ્વારા કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે,પરંતુ તેનો ઉપયોગ દેખાતો નથી, જેથી જાહેર માર્ગ પર ગંદકી કરતાં તત્વો સામે પોલીસ ફરિયાદ દાખલ થવી જોઇએ. - સુધીરભાઇ દેસાઇ, નગરજન,વાપી

પોલીસે ફરિયાદ લેવી પડે છે
જાહેર માર્ગ પર ગંદકી અંગે અરજદારો પોલીસ ફરિયાદ નોંધાવી શકે છે, આઇપીસી કલમ ૧૮૮ મુજબ ફરિયાદ જવાબદાર ઇસમો સામે દાખલ થઇ શકે છે.જેમાં જાહેર માર્ગ પર ગંદકીનો ઉપદ્રવ અને આરોગ્યને હાનિ પહોંચવાનો સમાવેશ થાય છે. - કર્તિીભાઇ રાજપુત,એડવોકેટ,વાપી

નિયમિત સફાઇ થતી નથી અને તંત્ર સાંભળતુ નથી
પાલિકાના સફાઇ કામદારો નિયમિત સફાઇ કરતા નથી,જેથી હાલ શહેરમાં મચ્છરોનો પુષ્કળ પ્રમાણમાં ઉપદ્રવ વધ્યો છે. જવાબદારો રજૂઆત પણ સાંભળતા નથી. – નિરવ શાહ,સ્થાનિક રહીશ,વાપી ટાઉન