તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરમપુરમાં તડકેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા ૧૦૮ કુંડી મહાયજ્ઞ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-ધરમપુરમાં તડકેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા ૧૦૮ કુંડી મહાયજ્ઞ
-આંબેડકરનગર પાસે વિશાળ ચોગાનમાં ભકિતમય માહોલમાં ધ્વજારોહોણ કાર્યક્રમ યોજાયો
તડકેશ્વર મહાદેવ સેવા સમિતિ, આછવણી, શિવ પરિવાર ગુજરાત તથા મહારાષ્ટ્ર તેમજ યજ્ઞ સમિતિ ધરમપુરના સંયુકત ઉપક્રમે આગામી ૧પમી નવેમ્બરે ધરમપુરમા સૌપ્રથમવાર ૧૦૮ કુંડી મહાયજ્ઞ યોજાશે. જેના ઉપક્રમે નાશીક રોડ, આંબેડકરનગર નજીક વિશાળ ચોગાનમાં ભકિતમય માહોલમાં ધ્વજારોહોણ કાર્યક્રમ યોજાયો હતો.
ધરમપુરમાં ધ્વછજારોહણ પ્રસંગે શિવભકત પરભુદાદ તથા બા ના સાંનિધ્યમાં યોજાયો હતો. શિવભકતો તથા ૧૨ યજમાનો દ્વારા ધ્વજા તથા યજ્ઞ ભૂમિનું ધનતેરસ તેમજ શિવરાત્રીના પવિત્ર દિને પૂજન કરાયું હતું. મુખ્ય યજમાનપદે એનાર્ડે ફાઉન્ડેશનના સંચાલક કમલેશભાઇ પરમાર હાજર રહ્યા હતા. બ્રાહ્મણોએ શાસ્ત્રોકત વિધિનુસાર ભૂમિપૂજન કરાવ્યા બાદ વલસાડના સાંસદ કિશન પટેલની ઉપસ્થિમા હરહર મહાદેવના નાદ વચ્ચે ધ્વજા રોહણ કરાયું હતું. આ પ્રસંગે પરભુદાદાએ જણાવ્યું હતું કે, ધનનો સદકાર્યમાં ઉપયોગ કરવો એ જ સાચી ધન પૂજા છે. તેમણે યજ્ઞની મહત્તા વિષયક પ્રભાવક વાતો કરી હતી. મયંક બ્રહ્મભટ્ટ, જયેશભાઇ ચૌહાણ, બાબાભાઇ મોહિ‌લે, કનન કાપડીયા, અશોક ગોલેએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.